સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ થકી બાળકો, યુવાનોમાં સંસ્કારનું નિર્માણ થાય છે : નિતિનભાઈ પટેલ

1070

આજરોજ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરીત ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ આયોજીત ૨૮મી રાજ્યરેલીનો ઉદ્ઘાટન સમારોહ ભાવનગરના કાળિયાબીડ સ્થિત સરદાર પટેલ હીલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલએ સ્કાઉટ ગાઈડ ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે સૌને આવકારી અને જણાવ્યુ હતું કે આ ૨૮મી રાજ્યરેલી ભાવનગર ખાતે યોજાઈ રહી  છે અને તેમાં દેશ વિદેશના સ્કાઉટ ગાઈડ ભાગ લઈ રહ્યા છે તેવો આ પ્રથમ પ્રસંગ છે સ્કાઉટ ગાઈડ પ્રવ્રુત્તિ થકી સંસ્કારી બાળકો અને યુવાનો નિર્માણ થવાથી રાજ્ય અને દેશ સંસ્કારીતા તરફ આગળ વધી શકે છે. તેમણે ઉપસ્થિત વિધાર્થીઓને કઠોર પરિશ્રમ કરી આગળ વધવા હાંકલ કરી હતી.ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીની ધરતી પર આ પ્રકારનો કાર્યક્રમ થવાથી ભાવનગરનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ થશે સાત્વિક લોકો વચ્ચે રહેવાથી અહમનો ભાવ નિર્માણ થતો નથી અને સમુહજીવન જીવવાથી અનેક પ્રકારના અનુભવો થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉધોગકારો તન, મન, ધન થી સહ્‌કાર આપી રહ્યા છે તેવી વાત માનદ રાજ્યમંત્રી મનિષકુમાર મહેતાએ જણાવી વધુમાં ઉમેર્યુ કે આ કાર્યક્રમ અંતર્ગત ૨૨ જિલ્લાના ૮૩૫ સ્કાઉટ, ૫૩૦ ગાઈડ, ૨૦૦ નો સ્ટાફ  સહિત પડોશી રાજ્યો રાજસ્થાન,ગોવા અને વેસ્ટર્ન રેલ્વે તેમજ  દાદરા અને નગર હવેલી તથા બાંગ્લાદેશના સ્કાઉટ અને ગાઈડ ભાગ લઈ રહ્યો છે. કુલ અંદાજે ૧૭૦૦ જેટલાં લોકો આ ૨૮મી રાજ્ય રેલીમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવે, રાજ્યના મુખ્ય કમિશનરો જનાર્દન પંડ્યા, એન. એફ. ત્રિવેદી, નિશાબેન જહા, દિનેશભાઈ વ્યાસ, ડાહ્યાભાઈ પટેલ, અશોકભાઈ શાહ, અભયભાઈ ભારદ્વાજ તેમજ  દીલીપભાઈ ચૌધરી,મ્યુ. કમિશનર એમ. એ. ગાંધી,  યુવરાજસિંહ ગોહિલ, શિક્ષણ  નિલેશ રાવલ, કે. પી. સ્વામી, અલંગ એસો. ના હોદ્દેદારો સહિત લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Previous articleબોટાદ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને સાંસદ શિયાળે પ્રસ્થાન કરાવી
Next articleભાવનગરની કોઈપણ વ્યક્તિ યુનિ.નાં જીમનો વિનામુલ્યે ઉપયોગ કરી શકશે : વિભાવરીબેન