ભાવનગરની કોઈપણ વ્યક્તિ યુનિ.નાં જીમનો વિનામુલ્યે ઉપયોગ કરી શકશે : વિભાવરીબેન

1002

આજરોજ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ખાતે જીમ સેન્ટરનું ઉદ્ઘાટન શિક્ષણ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવેના હસ્તે કરાયુ હતુ.

આ પ્રસંગે  મંત્રી વિભાવરીબેન દવે એ જણાવ્યુ હતું કે એમ. કે. બી. યુનિ. ને રાજ્ય સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા  રૂપિયા ૨૦ લાખની કિંમતના જીમના સાધનો ફાળવ્યા છે ત્યારે આ જીમ નો ભાવનગરની કોઈપણ વ્યક્તિ વિના મુલ્યે ઉપયોગ કરી શક્શે.  એમ. કે. બી. યુનિ. દ્વારા તેમના વિધાર્થીઓ સ્ટેટ લેવલે રમતમાં રમે તો ૦૫ માર્ક, નેશનલ લેવલે ૧૦ માર્ક અને ઈન્ટરનેશનલ લેવલે રમે તો ૧૫ માર્ક ગ્રેસ માર્ક આપવાનું અનુકરણીય પગલુ ભર્યુ છે. કુલપતિ ડો. ગીરીશભાઈ પટેલ એ જણાવ્યુ હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીપણાથી રમતગમત ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે

આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી, કુલસચિવ ડો. કૌશિક ભટ્ટ, નિશીથભાઈ દેસાઈ, દિલીપસિંહ ગોહિલ, પરાક્રમસિંહ ગોહિલ, કોર્ટ સભ્યો, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Previous articleસ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ થકી બાળકો, યુવાનોમાં સંસ્કારનું નિર્માણ થાય છે : નિતિનભાઈ પટેલ
Next articleસ્વાદ ભાવનગરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ