આઉટ’ અપાયેલા બેટ્‌સમેનને પેવેલિયનથી પરત બોલાવ્યો

600

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બદલાયેલા નિયમના કારણે ઇંગલેન્ડના બેટ્‌સમેન બેન સ્ટોક્સનું નામ ક્રિકેટના ઇતિહાસમાં અનોખી ઘટના માટે નોંધાઈ ગયું છે. ઇંગલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં આ જ બદલાયેલા નિયમના કારણે આઉટ થઈ ગયેલા બેન સ્ટોક્સને પેવેલિયનથી પરત બોલાવીની ફરી બેટિંગ કરાવાઈ હતી.ક્રિકેટના ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે કે બેટ્‌સમેનને પેવેલિયનથી પરત બોલાવીને બેટિંગ કરાવાઈ. આઉટ થયેલો ખેલાડી જો ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી જાય તો તેને પરત બોલાવામાં આવતો નથી. જોકે, બેન સ્ટોક્સ નસીબદાર હતો કે તેને આ તક મળી. વેસ્ટ ઇન્ડિઝ ઇંગલેન્ડ વચ્ચેની મેચમાં ૭૦મી ઑવરના છેલ્લા બેન સ્ટોક્સ પુલ શૉટ માર્યો પરંતુ બોલ કિપર જોસેફના ગ્લૉવ્ઝમાં પહોંચી ગયો હતો. સ્ટોક્સને અમ્પાયરે આઉટ આપ્યો અને તે ૮૮ બોલમાં ૫૨ રન બનાવી પેવેલિયન તરફ રવાના થઈ ગયો હચો. જોકે આ દરમિયાન અમ્પાયર દ્વારા નો બોલ ચેક કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો જોકે, ત્યા સુધી સ્ટોક્સ પેવેલિયન પહોંચી ગયો હતો. સ્ટોક્સ નસીબદાર હતા કે એ બોલ ખરેખર નો બોલ નીકળ્યો અને તેમને ફરી બેટિંગ માટે બોલાવાયા. સ્ટોકસે આ જીવંતદાનનો ફાયદો લેતા દિવસના અંતે ૬૨ રન નોંધાવ્યા અને નોટાઆઉટ રહ્યો હતો.

આઈસીસીના જૂના નિયમ મુજબ, આઉટ થયેલો ખેલાડી કોઈ પણ સંજોગમાં પેવેલિયનથી પરત ફરી શકે નહીં પરંતુ વર્ષ ૨૦૧૭માં આ નવો નિયમ ઘડાયો. જો અમ્પાયર કોઈ નિર્ણયથી અસંતુષ્ટ હોય તો તે તપાસ કરાવી શકે છે અને ખેલાડીને પરત બોલાવી શકે છે. શરત એટલી જ છે કે તે છેલ્લી વિકેટ ન હોવી જોઈએ.

Previous articleરણબિરનું ટેલેન્ટ જોઇને મારું પર્ફોમન્સ સ્પીચલેસ થઇ જાય છેઃ આલિયા ભટ્ટ
Next articleઅંતિમ ટી-૨૦માં ન્યૂઝીલેન્ડે ભારતને માત્ર ચાર રનથી હરાવ્યુ