ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે જણાવ્યું છે કે, આજે ૧૬ ડિસેમ્બરના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાવદ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં વિધાનસભા ચૂંટણી વ્યવસ્થા બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે ચૂંટણી વ્યવસ્થા સમિતિની આજની આ બેઠકમાં જણાવ્યું હતું કે, ચૂંટણીઓને આપે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકીએ. પ્રથમ તબક્કો ઉમેદવારીપત્ર ભરવું અને પ્રચાર-પ્રસાર, બીજો તબક્કો મતદાન અને ત્રીજો તબક્કો મદગણતરી. ત્રણેય તબક્કાઓનું મહત્વ આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરખું છે. યાદવે સૌ કાર્યકર્તાઓને આ ચૂંટણી દરમિયાન દરેક તબક્કે મહત્વની કામગીરી કરવા બદલ લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા અને ૧૮મી તારીખે થનાર મતગણતરીમાં ચૂંટણી એજન્ટો ઉત્સાહપૂર્વક ભાગ લે અને તમામ પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેમાં મદદરુપ બને તેવી અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, મતદાનના પ્રથમ તબક્કાના પહેલા જ કલાકમાં
ઇવીએમને ભાંડવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસ હારને બચાવતા શીખવું જોઇએ. કાર્યકર્તાઓથી માંડીને પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો કરતાય વધુ પરિશ્રમ કર્યો છે તે બદલ લાખ લાખ અભિનંદન પાઠવ્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણીના બધા જ તબક્કામાં ભાજપ આગળ હતું. ઉમેદવારોની યાદી ભાજપે કોંગ્રેસ કરતા વહેલી બહાર પાડી, પ્રચાર પ્રસારમાં પણ ભાજપ કોંગ્રેસ કરતા અનેક ગણો આઘળ હતો. પેજપ્રમુખ જેવી માઇક્રો મેનેજમેન્ટ કામગીરીના કારણે ભાજપ તરફી મતદાન કરાવવામાં પણ ભાજપ ખુબ આગળ હતું અને ૧૮મી ડિસેમ્બર આવનાર પરિણામોમાં પણ ભાજપા ખુબ વધારે બેઠકો સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણએ ચારેય ઝોનમાંથી પધારેલ તમામ ૧૮૨ વિધાનસબા બેઠકના ચૂંટણી એજન્ટ તેમજ લીગલ ઇન્ચાર્જોને આવક્રાય હતા. તેઓએ જણાવ્યું હતું કે, આપસૌનો પરિશ્રમ પરિણામલક્ષી બનવા જઈ રહ્યો છે ત્યારે, આપણે સૌ વિનમ્રતા સાથે તમામ પ્રક્રિયાને પૂર્ણ કરએ અને પરિણામો પછી વિનમ્રતા સાથે સકારાત્મક વાતાવરણમાં વિજયોત્સવ ઉજવીએ અને ગુજરાત આગળ વધે નવા ગુજરાતનું સર્જન થાય તે થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવા ભારતની સંકલ્પનાને પરિપૂર્ણ કરીએ. વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓના ચહેરા પરથી નૂર ઉતરી ગયું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠનશક્તિ, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવનું કુશળ માર્ગદર્શન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રજાલક્ષી નીતિઓને કારણે આજે ાજપ આ ચૂંટણીના બધા જ તબક્કાઓમાં આગળ વધી રહ્યું છે. ભાજપના કાર્યકરોએ પરિશ્રમની પરાકાષ્ઠા સરજીને આ ચૂંટણીઓમાં ગુજરાતના તમામ સમાજોની ચિંતા કરી છે અને તમામ સમાજોને સાથે રાખીને આપણે ચૂંટણી લડ્યા છીએ તે બદલ સમાજના તમામ વર્ગોનો અને કાર્યકર્તાઓનો અધ્યક્ષે આભાર માન્યો હતો.પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના આશીર્વાદથી ફરી એકવખત ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે, ત્યારે એક જવાબદાર કાર્યકર્તા તરીકે આપણા સૌની ફરજ છે કે વિજયના ઉન્માદમાં વાતાવરણ ન ડહોળાય તેનું આપણે સૌ ધ્યાન રાખીએ. વિનમ્રતા સાથે જતા વચ્ચે જઇ આભાર માનીએ. તેઓએ ઉપસ્થિત ઉમેદારો સહિત સૌને એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી હતી.