સ્વાઇન ફ્‌લૂથી એક દિવસમાં ચાર મોત, સ્વાઇન ફ્‌લૂના કારણે ૫૫ મોત

499

સૌરાષ્ટ્રમાં સ્વાઇનફ્‌લૂએ કાળો કેર વર્તાવ્યો છે. આરોગ્ય વિભાગની એક્શનની ગુલબાંગો વચ્ચે રવિવારે પણ રાજ્યમાં ૪ દર્દીઓ સ્વાઇન ફ્‌લૂના કારણે મોતને ભેટ્યા હતા. સ્વાઇનફ્‌લૂના ભરડાને કાબુમાં લેવા તંત્ર નિષ્ફળ નિવડ્‌યુ હોય તેવું જણાઈ રહ્યું છે.

આ દરમિયાન રવિવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ વડોદરા દોડી આવી હતી.વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમે સયાજી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

સ્વાઇનફ્‌લૂના કારણે હાલ આખા રાજ્યમાં ૪૮૦ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જ્યારે જાન્યુઆરી એકથી ફેબ્રુઆરી ૧૦ સુધી ૧૨૬૨ કેસ નોંધાયા છે. રવિવારે સ્વાઇનફ્‌લૂથી ૪ દર્દીના મોત થયા હતા જ્યારે ૭૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં સ્વાઇનફ્‌લૂનો કહે યથાવત્ત છે.

રવિવારે રાજકોના ૬૮ વર્ષીય પુરૂષ નું સ્વાઇન ફલૂ થી મોત થયું હતું જેના પગેલ એક જ દિવસમાં રાજકોટમાં મોતનો આંકડો ૩ થયો હતો, જ્યારે જામનગરમાં સારવાર દરમિયાન ૬૧ વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.

Previous articleજુનાગઢ : કાર અકસ્માતમાં ૪ યુવાનનાં મોત,  બહેનના લગ્ન પહેલા ભાઇની વિદાય
Next articleદુનિયાના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટર આવ્યા ગુજરાત, ભારતે USE પાસેથી ખરીદ્યા