ગાંધીનગરના તમામ સીસીટીવી મુખ્ય સર્વર સાથે જોડાશે

670

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી અને સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ૮૦૦થી વધુ સીસીટીવી કેમેરા લાગશે. શહેરમાં હાલ ૫૦૦ જેટલા તો કેમેરા લાગી જ ગયા છે. ત્યારે હવે વધુ ૩૦૦ જેટલા કેમેરા લગાવાશે. કેમેરા લાગી ગયા બાદ તમામ કેમેરાને વિડીયો મેનેજમેન્ટ સોફ્‌ટવેર મારફતે હાઇટેક ટેકનોલોજી સાથે જોડાશે.

આ નવી વ્યવસ્થામાં સેન્સરની મદદથી એક જ સમયે લાંબા સમયથી પડેલાં વાહન, રોંગ સાઈડમાં આવતા વાહનથી લઈને આગ કે બ્લાસ્ટ જેવી ઘટનાનું એલર્ટ કંટ્રોલરૂમને મળશે. આ ઉપરાંત ચોરીના ગુનામાં રજિસ્ટર થયેલા વાહનો શહેરમાંથી નીકળશે કે તરત જ આ સોફ્‌ટવેર પોલીસને ઈન્ડીકેશન આપી દેશે.

પોલીસના ઝ્રઝ્ર્‌દ્ગજી (ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ) પ્રોજેક્ટ ઉપરાંત કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરમાં શહેરમાં પ્રથમ ફેઝમાં અઢીસો જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા.

હવે આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૨ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટનું પણ અમલીકરણ શરૂ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પણ શહેરમાં હવે રંગમંચ, બગીચાઓ, સિવિલ હોસ્પિટલ અને એસટી ડેપોને પણ સીસીટીવી કેમેરાથી આવરી લેવાશે. તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પોલીસ અને કોર્પોરેશન બંને દ્વારા કરવામાં આવશે. જેના માટે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને કોર્પોરેશનમાં બંને સ્થળે અદ્યતન સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તૈયાર થઈ રહ્યો છે. જેમાં માટે ટેકનીકલ નોલેજ ધરાવતા ત્રણ પીએસઆઈ અને ૪૨ પોલીસ જવાનોને સીસીટીવી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં ફરજના ઓર્ડર પણ આપી દેવાયા છે.

Previous articleપ્રલોભનો આપીને હિન્દુઓને ખ્રિસ્તી બનાવતા ૨ પાદરી પકડાયા
Next articleપ્રવિણ તોગડિયાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરી, અયોધ્યાથી લોકસભા ચૂંટણીમાં લડશે