બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલે ૨૦૧૭માં વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી ફીમાંથી ૨૫ કરોડ રૂપિયા વિદ્યાર્થીઓને પરત કરવા પડશે. કેમ કે એફઆરસી દ્વારા આ સ્કૂલને જે ફાઈનલ ફી નક્કી કરી આપવામાં આવી છે તેમાં ડીપીએસની મુળ ફી કરતા ૩૦થી ૪૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે.
જેથી કાયદાકીય રીતે ડીપીએસએ ૨૦૧૭માં વિદ્યાર્થીઓ પાસેથી બે ફામ વસુલેલી ફી વિદ્યાર્થીઓને પરત કરવી પડશે. ફી કમિટીએ સ્કૂલની ફાઈનલ ફીમાં રૂપિયા પચાસ હજારનો ઘટાડો કર્યો છે. હાયર સેકન્ડરીમાં સ્કૂલ દ્વારા રૂપિયા ૧ લાખ ૧૯ હજાર ૬૦૦ની ફી વસૂલવામાં આવી હતી.
તો ફી કમિટીએ રૂપિયા ૬૫ હજારની ફી મંજૂર કરતા હવે સ્કૂલ તંત્ર દ્વારા આ ફી પરત કરવામાં આવશે. તો વર્ષ ૨૦૧૭ -૧૮માં સ્કૂલે પ્રિ-પ્રાયમરીની ૯૭ હજાર ૯૦૦ રૂપિયા ફી વસૂલી હતી. જેથી હવે સ્કૂલ દ્વારા વધારાની ફી વિદ્યાર્થીને પરત કરવી પડશે.