સુરતથી NCPનાં નેતા શંકરસિંહ વાઘેલાએ શક્તિદળને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી. પ્રેસ કોન્ફરન્સ કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, શક્તિદળની ૨ ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે શરૂઆત કરી હતી. આજે શક્તિદળનાં કાર્યકર્તાઓની મિટિંગ છે. યુવાનોની રજૂઆત બાદ ફરી શક્તિદળ સ્વરૂપે દળ શરૂ કર્યું. શક્તિદળનાં કાર્યકર્તાઓ યુનિફોર્મમાં રહેશે. કુદરતી આપદાનાં સમયે NGO તરીકેની છાપ ઉભી કરશે.
સમાજમાં બેકારી હોય ત્યારે યોગ્ય દિશા આપવા આ દળ શરૂ કરાયું છે. યુવાનો દિશાવિહીન છે ત્યારે તેઓ સારા માર્ગે વળે તે માટે આ દળની રચના કરવામાં આવી છે. કાર્યકર્તાઓને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે.
દરેક વિધાનસભા પ્રમાણે ૫૦૦ યુવાનોને ભરતી કરાશે. ગુજરાતનો આદિવાસી સમાજ દુઃખી છે, સરકાર આદિવાસી પ્રત્યે બેદરકાર છે. ૪૦ લાખ ક્વોલિફાઇડ લોકો ઘરે બેઠાં છે. ગુજરાતમાં વધારે પ્રમાણમાં બેકારી, સરકાર યુવાનો સાથે મજાક કરી રહી છે.
પરીક્ષાનાં ૩-૩ વર્ષ બાદ પણ ઓર્ડરો-પરિણામ મળતાં નથી. ભાજપનું નોઝ ડ્રાઇવ થવાનું છે. માયાવતી-અખિલેશનાં ગઠબંધનથી પણ નુકસાન થશે. વર્ષ ૨૦૧૪ છે એ વર્ષ ૨૦૧૯ નથી. ૨૦૧૪ની સરખામણીએ અત્યારે વિપક્ષ મજબૂત છે.