રાજ્યમાં વધી રહેલા અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે આજે મહિસાગરમાં ટેમ્પો ભરેલા જાનૈયાઓ માટે લોહિયાળ સાબિત થયો હતો. હાલ મળી રહેલા અહેવાલ મુજબ મહિસાગરમાં ટેમ્પો પલટી જતા ૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ૪૦ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, મહિસાગરમાં લીમડિયા-વીરપુર હાઇવે પર આજે સવારે એક ટેમ્પો ભરીને જાન જઇ રહી હતી, ત્યારે કોઇ કારણસર ટેમ્પો ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ઉંધો વળી ગયો હતો. આ ઘટનામાં ૨ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૪૦ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, ટેમ્પાનું વ્હીલ નીકળી જતા ટેમ્પો પલટી મારી ગઇ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઇને ઘટનામાં ભોગ બનેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.