તા.૮-ર-૧૯ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશ દિવસ અંતર્ગત બોટાદના ખાખોઈ ગામે ૧ થી ૧ડની વયજુથ ધરાવતા બાળકો તરૂણી તથા રૂણીઓ આલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવેલ. પ્રાથમિક શાળામાં તથા આંગણવાડીના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળી આરોગ્ય કર્મચારી, શીક્ષકો આચાર્ય, આશાવર્કર તથા આંગણવાડી વૃકર દ્વારા આપીને પ્રત્યક્ષ રીતે બાળકો આ ગોળી ચાવીને લ છે. તેનું મોનટરીંગ રૂબરૂમાં કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારી ધર્મેશભાઈ સોલંકી દ્વારા બાળકોને કૃમિના ચેપ કઈ રીતે લાગે, કૃમિના ચેપની માનવ શરિર પર વિપરીત અસરોત થા કૃમિના ચેપથી બચવા માટે ખુલ્લા પગે ન ચાલવું, નિયમિત નખ કાપવા, જાજરૂ ગયા બાદ હાથ આદર્શ પધ્ધતિથી ધોવા, શાકભાજી પાણીથી ધોવા બાદ જ ખાવા વગેરે જેવી વ્યક્તિગત સ્વચ્છતા વિશે રસપુર્વક માહિતી આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ, સ્થાનિક આશા સોનલબેન, આંગણવાડી વૃકર પારૂલબેન તથા શિક્ષકગણ સહિતે ભારે ઉત્સાહપુર્વક જહેમત ઉઠાવેલ. અત્રે નોંધનીય છે કે સ્થાનિક આરોગ્ય કર્મચારી ધર્મેશભાઈ સોલંકી દ્વારા બાળકોમાં રહેલ આલ્બેન્ડાઝોલની ગોળી ડર દુર કરવા તેમના દ્વારા આ ગોળી બાળકોની નજર સમક્ષ ચાવીને લેવામાં આવી હતી.