હિન્ડોરડાના પુલ પાસે મોટું ડાયવર્ઝન કાઢવા માંગ કરાઈ

592

રાજુલા નજીક નેશનલ હાઈવેના હીન્ડોરડાના જર્જરીત પુલ બાબતે કોન્ટ્રાકટરના પાપે મનમાની કરી કાઢેલ ટુંકા ડાયવર્ઝનથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પ-પ કલાક લોકો ફસાયા છે. પોલીસને માથાનો દુઃખાવો  થાય છે માટે મોટું ડાયવર્જન કરવા માંગ કરાઈ છે.

ભાવનગર સોમનાથ નવા બનતા ફોરટ્રેક રોડનું રાજુલા નજીક હીન્ડોરડાનો એક માત્ર જર્જરીત પુલ વારંવાર ગાબડા પડવાથી મોટા વાહન માટે બંધ કરી દેશો પડ્યો હોય પણ નેશનલ ફોરટ્રેકના અણધડ કોન્ટ્રાકટના પાપે પુલ સાઈડ નદીમાંથી નાનું ડાયવર્ઝન કાઢુેલથી આવડા મોટા નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ દ્વારિકા તેમજ રાજુલા જાફરાબાદ તા. ૬ થી ૭ સાત મહાકાય કંપનીઓના ચોવીસકલાક ચાલતા વાહનોની અવર જવર હોય અને તેમા એક વાહનના ફસાવાથી આખો રોડ વારંવાર બંધ થઈ જતા વાહનોનો થપ્પો લાગી જતા લોકોમાં દેકારો મચી જતા વારંવાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે. પણ આતો નિત્યક્રમ બની જતા પોલીસને પણ માથાના દુફખાવા સમાન આ નાનું ડાયવર્ઝન થયું છે માટે લોકોમાં રોષ સાથે ત્રાહીમામ પોકારી ઉઠયા છે તાત્કાલિક મોટુ ડાયવર્ઝન કરવા માંગ ઉઠી છે.

Previous articleશિશુવિહારના ઉપક્રમે આંગણવાડી તાલીમ
Next articleઅપહરણ, ગેંગ રેપના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી SOG