અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદૃશન આપેલ હોય જે અન્વયે આજરોજના શરૂ રાત્રીના અમરેલી એલસીબી ટીમને બાતમી રાહે હક્કિત મળેલ કે, શૈલેષ નાજભાઈ ધાખડા, રહે. કોટડી, તા. રાજુલા વાળો સફેદ કલરની અલ્ટોકારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જાફરાબાદના વિપુલ દાનાભાઈ શિયાળને આપવા માટે જાય છે. તેવી ચોકકસ બાતમી મળતાં જાફરાબાદ ટાઉનમાં વાપાળીયા જવાના રસ્તે બાપા સિતારામ ચોક પાસે વોચ ગોઠવતાં ત્રણ ઈસમો અલ્ટો કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે હિતેષ મંગનભાઈ બારૈય (ઉ.વ.ર૦, રહે. જારાફબાદ, વાપાળીયાપરા.), શૈલેષ નાજભાઈ ધાખડા (ઉ.વ.ર૬, રહે કોટડી, તા. રાજુલા), વિપુલ દાનાભાઈ શિયાળ (ઉ.વ.૧૯, રહે. જાફરાબાદ જલારામ સોસાયટી)ને દારૂની બોટલ નંગ ૧૮૦, કિ.રૂા. પ૪,૦૦૦/- તથા મારૂતિ અલ્ટો કાર રજી. નંબર. વગરની કિ.રૂા. ર,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂા. ૧ર,૦૦૦/- મળીક ુલ કિ.રૂા. ર,૬૬,૦૦નો મુદ્દામાલ પકડાયેલ. પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આ વિદેશી દારૂ નરેશ વાળા રહે. ઈંગોરાળા, તા. ધારી પાસેથીમ ેળવેલ હોવાનું ખુલવા પામતા ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓ જાફરાબાદ પો.સ્ટે.માં સોપીં આપેલ છે.