રાણપુરમાં અગાઉ પકડાયેલા ઈસમોનું ઈન્ટ્રોગેશન કરતી બોટાદ પોલીસ

684

ભાવનગર પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જીલ્લામાં મિલકત સંબંધી તેમજ મારામારીના ગુનાઓ અટકાવવા માટે તથા દારૂ જુગારની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા અપાયેલ સુચના અને માર્ગદર્શન અંગે ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઇ ,પ્રોબેશનર નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા, એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી, રાણપુર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી.સલૈયા તથા એલ.સી.બી,એસ.ઓ.જી શાખાના પોલીસના માણસો,રાણપુર પોલીસ સ્ટાફ તથા બોટાદ જીલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા ત્રણ વર્ષમાં મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તથા દારૂ-જુગારની પ્રવુત્તિઓ સાથે સંકળાયેલા તમામ આરોપીઓના ઘરે જઇ તેઓની હાલની વિગતવારની માહીતી એકઠી કરી આશરે ૧૪૧ જેટલા આરોપીઓને બોલાવી તમામની અલગ અલગ પૂછ પરછ કરવામાં આવેલ અને ફરીવાર કોઇ પણ પ્રકારનો ગુનો ન કરવા માટે કડક સુચના આપવામાં આવેલ તથા રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવુત્તિ અંગેના સંભવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા રેઇડો કરવામાં આવેલ હતી.

Previous articleજાફરાબાદ ખાતે રાષ્ટ્રીય ક્રમીનાશક દિવસની ઉજવણી
Next articleરાજુલા, જાફરાબાદ ઠંડીમાં ઠુંઠવાયું, ઠેર ઠેર માંદગીના ખાટલા