બાબરીયવાડમાં કાતીલ ઠંડીન જપેટમાં ઠુંઠવાયું હતું. રાજુલા જાફરાબાદમાં ઠેર ઠેર શરદી .ધરસ તાવના વાયરસથી ઠેર ઠેર દવાખાને માંદગીના ખાટલ જોવા મળ્યા હતાં. લોકો ઘરમાંથી બિહાર નિકળવું ટાળી રહ્યા છે. જાણે કફર્યુ જેવો માહોલ સર્જાયો છે. આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલા લે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સાથે સાથે ઘર અને બહાર લોકો કાતીલ ઠંડીથી જીવ બચાવવા ઠેર ઠેર તાપણા કરી લોકો વચ્ચે ભાઈચારો જોવા મળ્યો છે. હિન્દુ મુસ્લિમ એક બની નગરપાલિકાના કર્મચારી યુનુસભાઈ બારપાટોળીના ઈસાભાઈ અને ટીકા મહારાવજ સહિત લોકોને કાતીલ ઠંડીથી બચવા તાપણા કરી રાહદારીઓને અગ્નીના તાપણા કરી હ ુંફ આપી હતી.