ઘોઘારોડ પો. સ્ટે.ની ૧.ર૦ લાખની ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર એલસીબી

1211

ભાવનગર એલ.સી.બી. ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ભાવનગર,મહિલા કોલેજ સર્કલ જુની બ્લડ બેંક પાસે રોડ ઉપર આવતાં પો.કોન્સ. રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા ને બાતમીરાહે હકિકત મળેલ કે હીરો મો.સા. નંબર- જીજે ૦૪ ડીએફ ૧૪૯૮ માં બે ઇસમો શંકાસ્પદ વસ્તુઓ  લઇ નિકળવાના છે. તેની પાસે કિમતી વસ્તુઓ છે. જેથી ,મહિલા કોલેજ સર્કલ જુની બ્લડ બેંક પાસે વોચમાં રહેતા તે દરમ્યાન હીરો મો.સા. નંબર- જીજે ૦૪ ડીએફ ૧૪૯૮ ઉપર બે ઇસમો મો.સા ઉપર નિકળતા તેઓને રોકી ચાલકનું નામ સરનામું પુછતા સાગર ઉર્ફે ભુરીયો મગનભાઇ જાદવ/કોળી ઉવ. ૨૮ રહે. આનંદનગર સ્લમ બોર્ડ પ્રતાપભાઇ પાન વાળાની દુકાન પાસે  ભાવનગર વાળો હોવાનું જણાવેલ તેની અંગ ઝડતી કરતા કમરના ભાગેથી બે લોખંડના ગણેશયા તથા એક મોટું પેચયું મળી આવેલ  અને મો.સા.ની પાછળ બેઠેલ ઇસમનું નામ સરનામુ પછતા કિશન ઉર્ફે કાળો ચંદુભાઇ જાદવ/કોળી ઉવ.૨૦ રહે આનંદનગર સ્લમ બોર્ડ મઢુલી વાળા ખાચામાં ભાવનગર વાળા હોવાનું જણાવેલ તેની પાસેથી એક મરૂન કલરનું મોટું પર્સ જેમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ  તથા એક મોબાઇલ મળી આવેલ જે અંગે તેની પાસે આધાર-બીલ કે પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવતા મરૂન કલરનું જેની ઉપર ગુજરાતીમાં પંકજ ઇલેકટ્રોનીક મહિલા બાગ શોપીંગ સેન્ટર ભાવનગર લખેલ પર્સ જેમાં સોના/ચાંદીના દાગીના ભરેલ છે કિ.રૂ ૦૦/૦૦, સોનાનો ચેઇન-૧ પાતળો જેનું વજન ૧૭,૩૦૦ ગ્રામ  કિ.રૂ ૨૦,૦૦૦/-, સોનાનું મંગળ સુત્ર ૧ કાળા મોતીનના પારા વાળું વજન ૨૩,૨૦૦ ગ્રામ પેન્ડલ સાથે કિ.રૂ ૨૦,૦૦૦/-, સોનાનો ચેઇન પેન્ડલ સાથેનો વજન ૩૬,૨૦૦ ગ્રામ કિ.રૂ ૩૫,૦૦૦/-, સોનાની વિટી નંગ-૨ (૧) કાળા નંગ વાળી (ર) મીંડા આકાર ડિઝાઇન વાળી વજન ૭  ગ્રામ કિ.રૂ ૫૦૦૦/-, સોનાની બંગડી નંગ-ર ફુલ ડિઝાઇન વાળી વજન ૨૭,૮૦૦ ગ્રામ કિ.રૂ ૩૦,૦૦૦/-, સોનાની કાનની બુટી જોડ-૧ ટોપરા આકારની વજન ૨,૨૦૦ ગ્રામ કિ.રૂ.૨૦૦૦-, સોનાની લાલ રંગના પારાની ચુક નંગ-ર વજન ૪૦૦ મીલી ગ્રામ  કિ.રૂ.૫૦૦/-, ચાંદીનો લક્ષ્મીજીની ડિઝાઇન વાળો સીકકો નંગ-૧ કિ.રૂ.૨૦૦/-, ચાંદીના નાના બાળકના હાથમાં પહેરવાના નજરીયા કાળા મોતીના જોડ-૧ કિ.રૂ ૨૦૦/-, ચાંદીના જુડા નંગ-૨ જેમાં (૧) સફેદ ઘુઘરી વાળો તથા (ર) પીળા ગલેટ નો ઘુઘરી વાળો કિ.રૂ ૫૦૦/-, બગસરાની પીળી ઘાતુની બંગડી જોડ-૩ નંગ-૬ કિ.રૂ ૧૦૦૦/-, રોકડ રૂપિયા  ૫૦૦૦/- પુરા , સફેદ ઘાતુના ઇમીટેશન બક્ષ્રેસલેટ ગ્લાસ ટાઇપનો  નંગ-ર કિ.રૂ ૫૦૦/-, બ્લુ કલરનો લાવા કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ ૧૫૦૦/-, હીરો મો.સા. નંબર-જીજે ૦૪ ડીએફ ૧૪૯૮ કી.રૂ. ૫૦,૦૦૦/-, કિશન ઉર્ફે કાળો ચંદુભાઇ નો જીયો કંપનીનો એફવાયએફ કાળા કલરનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/-ગણી, આરોપી સાગર મગનભાઇની અંગ ઝડતી માથી લોખંડના ગણેશયા નંગ-ર તથા એક પેચયુ કિ.રૂ ૦૦/૦૦, આ અંગે કુલ કિ.રૂ.૧,૭૩,૪૦૦/-નો મુદ્દમાલ શકપડતી મિલ્કત ગણી વિગતવારનું પંચનામું કરી સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.અને મજકુર ઇસમો ને  સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ મજકુર બંને ઇસમોની  પુછપરછ કરતાં બંને ઇસમો એ મજકુર બંને ઇસમોની  પુછપરછ કરતાં ભાવનગર સાઇબાબાના મંદિરની નવખંડ ફલેટની બાજુમાં એક બંઘ મકાનના ગઇ રાત્રીના દરવાજાના તાળા તોડી રાત્રીના ચોરી કરેલા નું જણાવેલ છે.

Previous articleપાલીતાણામાં આવેલ જૈન સેવા સમાજ દવાખાનામાં લાગી આગ
Next articleતા.૧૧-૦૨-ર૦૧૯ થી ૧૭-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય