શહેર અને જિલ્લામાં અનેેક સ્થળોએ સમુહલગ્નનું વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળ દ્વારા આયોજીત કરવામાં આવેલ જેમા નવયુગલોએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. શહેરમાં પણ લગ્નની ધૂમ અને વરઘોડામાં જાનૈયાઓ ડીજે અને બેન્ડબાજાના તાલે નાંચતા જોવા મળ્યા હતા. વંસતપંચમીના પાવન દીવસે આજે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.