લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો અને આગેવાનો પણ લોકસભા બેઠક જીતવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટી (ઇજીફઁ) ના ગુજરાતના અધ્યક્ષ સંજયભાઈ ભડીયાદ્રા આજે લગ્ન પ્રસંગે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણવ્યું હતું કે હાલ સમગ્ર દેશની જનતા એક સારા ત્રીજા વિકલ્પ માટે જંખી રહી છે, ત્યારે અમારો પક્ષ દેશની તમામ જનતાના હિતમાં કામ કરશે, તેમજ આગામી લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારો જનતાને સાથે રાખી અને ચુંટણી લડશે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાર્ટી નાના માં નાના માણસના હિતને ધ્યાનમાં રાખીને તેમજ શિક્ષણ અને આરોગ્યનાની સવલતો તમામ સ્તરના લોકોને આસાની થી મળે, તમામ વર્ગના લોકોનો વિકાસ થાય તેવા હેતુઓ સાથે ગુજરાતમાં ચૂટણીમાં ઝંપલાવી રહી છે અને સફળતા મેળવશે.
જો કે ગુજરાતમાં આજ સુધી ત્રીજો પક્ષ સફળ નથી રહ્યો તે અંગે તેઓને સવાલ કરતા તેમને જણવ્યું હતું કે સાચી વાત છે કે ગુજરાતમાં આજ સુધી ત્રીજો કોઇપણ પક્ષ સફળ રહ્યો નથી પરંતુ અમારી વ્યૂહરચના અને અમારા ઉદેશો જ એવા રહેશે કે અમો ગુજરાતમાં ચોક્કસ સફળ જઈશું