ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય ભારત  સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નગરયાત્રા યોજાઈ

1287

આજે તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦/૦૮ કલાક થી બપોરના ૧૧/૫૦ કલાક સુધી ગુજરાત રાજ્ય ભારત  સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્યરેલી અંતર્ગત અંદાજે ૧૭૦૦ બાળકોએ  ભાવનગરના વાઘાવાડી રોડ પરની દક્ષિણામુર્તિ હાઈસ્કુલથી સંત કંવરરામ ચોક,  મ. ન. પા. કચેરી, રૂપમ ચોક, હાઈકોર્ટ રોડ, એ. વી. સ્કુલના ગ્રાઉન્ડ સુધી નગરયાત્રા યોજી હતી.

આ નગરયાત્રામાં બેન્ડની સુરાવલી સાથે શિસ્તબદ્ધ રીતે દેશભક્તિના સુત્રો બોલી અને ચાલતાં નાચતા, ગાતા  સ્કાઉટ ગાઈડના બાળકોને જોઈને નગરજનો પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં વીડિયો શુટીંગ કરવા લાગ્યા હતા, મ. ન. પા. કચેરી નજીક આ યાત્રા પહોંચતા મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ એ આ યાત્રાનું સ્વાગત કર્યુ અને તેઓ પણ હર્ષભેર નાચવા લાગ્યા હતા તેમની સાથે આનંદ વ્યક્ત કરવા માટે રાજ્યરેલી કો-ઓર્ડિનેટર દિનેશભાઈ વ્યાસ, માનદ રાજ્યમંત્રી મનિષકુમાર મહેતા, નાઈરોબી કેન્યાના અશોકભાઈ શાહ, મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિશ્રી ગીરીશભાઈ વાઘાણી, ગોવાના મીસીસ બિંદીયા કોટકર સહિતના લોકો જોડાયા હતા  આ યાત્રા એ. વી. સ્કુલના ગ્રાઉન્ડમાં આવી પહોંચતા આ વિશાળ ગ્રાઉન્ડમાં પોતાના આનંદની લાગણી વ્યક્ત કરવા માટે ૧૭૦૦ બાળકો સહિતના નગરજનો પણ વર્તુળાકારે ખુબ નાચ્યા હતા.  આ કાર્યક્રમમાં તન, મન, ધનથી નાઈરોબી કેન્યાથી આવેલાં  અશોકભાઈ શાહ સેવા આપી રહ્યા છે તો સમગ્ર  કાર્યક્રમ સુપેરે પાર પડે તે હેતુસર રાજ્યરેલી કો-ઓર્ડિનેટર દિનેશભાઈ વ્યાસ, માનદ રાજ્યમંત્રી મનિષકુમાર મહેતા, ખજાનચી  ડાહ્યાભાઈ પટેલ, જિલ્લા સ્કાઉટ ગાઈડ કમિશ્નર જયેશભાઈ દવે  ખડેપગે સેવા બજાવી રહ્યા છે.  અત્રે ઉલ્લેખનિય છે કે સ્કાઉટ ગાઈડ પ્રવ્રુત્તિ થકી બાળકોમાં સાહસ, શૌર્ય, નિડરતા, ગંભીરતા, ત્વરીત નિર્ણય, સહન કરવાની વ્રુત્તિ, દેશભક્તિ, સમાજસેવા કરવાની વ્રુત્તિ જેવાં અનેક પ્રકારના ગુણો નિર્માણ થાય છે માણસ માણસની નજીક આવે છે અને પરિણામે સમાજમાં રહેલી અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળે છે.

Previous articleવસંતપંચમી નીમિત્તે આજે લગ્નની ધૂમ
Next articleભાવનગર-ગાંધીનગર ટ્રેનનો થયેલો પ્રારંભ