વાણી કપુર પાસે હાલમાં બે ફિલ્મો

654

અભિનેત્રી વાણી કપુરને  સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી. જો કે  તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. હવે તે અન્ય એક ફિલ્મ પણ સ્વીકારી ચુકી છે.

જે રણબીર કપુર સાથે છે. શમશેરા નામની ફિલ્મમાં રણબીર સાથે તે દેખાશે. આ ફિલ્મનુ શુટિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ ફિલ્મને ૩૧મી જુલાઇ ૨૦૨૦ના  દિવસે રજૂ કરવામાં આવનાર છે.વાણી કપુરની પાસે હાલમાં કેટલીક ફિલ્મોની ઓફર સતત આવી રહી છે. જો કે તે સાવધાની પૂર્વક આગળ વધી રહી છે. તે પોતાની છાપ એક પ્રકારની ફિલ્મમાં રાખવા માટે તૈયાર નથી. વાણી કપુર ટાઇગર સાથેની ફિલ્મને લઇને આશાવાદી છે.  વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે તમિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે.  તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે.

બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.  આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.  પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. વાણી કપુર એક્શન ફિલ્મ માટે વધારે ફિટ અભિનેત્રી હોવાનો દાવો નિર્માતા કરે છે.

Previous articleઆસામ ખાતે ત્રીજી બ્રહ્મપુત્રા સાહિત્ય ફેસ્ટિવલમાં મનિષા કોઈરાલા ઉપસ્થિતી
Next articleશર્લિન ચોપડા ‘પ્લે બોય’ માટે ફોટોશૂટ કરાવનારી પહેલી ભારતીય અભિનેત્રી હતી