રાજ્યમાં સ્વાઇન ફ્લૂન જેવા ગંભીર રોગને કારણે મૃત્યુઆંકમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગંભીર રોગથી બચવા માટે ગુજરાત સરકારને એક અરજદાર દ્વારા સવાલ કરવામાં આવ્યો છે, કે સરાકાર સ્વાઇન ફ્લૂથી બચવા માટે કેવા પ્રકારના પ્રાયસો કરી રહ્યા છે.
હાઇકોર્ટે અરજદારને ગ્રામીણ વિસ્તારમાં સારવારના વિલંબને લીધે સ્વાઇન ફ્લૂથી કોઇનુ મોત થયું હોય એવા કિસ્સાઓને પ્રકાશમાં લાવવા માટેનું સુચન આપવામાં આવ્યું છે. હાઇકોર્ટે આ અંગે કહ્યું કે સ્વાઇનફ્લૂનો વાયરસ કઇ રીતે ફેલાય છે. તે જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા તેને અટકાવવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવી રહ્યા છે. અને શું પગલાં લેવાયા તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.
સ્વાઈન ફલૂને અટકાવવા માટે જે પગલાં અને સેન્ટર ખોલવામાં આવ્યાએ કામ કરે છે કે કેમ એ અંગે સરકાર જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફલૂગ્રસ્ત વિસ્તારોમાં વાઇરસને ડામવા શુ પગલાં લેવાયાએ અંગે મંગળવાર સુધીમાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.