રવિવારે રાજ્યમાં સ્વાઇન ફ્લુના ૭૮ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યંસ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૨૯, વડોદરામાં ૭, સુરતમાં ૬, જૂનાગઢમાં ૪, સુરેન્દ્રનગર, ભાવનગર,રાજકોટ અને અરવલ્લી ખાતે ૩-૩, અમરેલી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠા, ભાવનગર અને વડોદરા ખાતે ૨-૨, ગાંધીનગર, કચ્છ, નર્મદા અને ખેડામાં ૧-૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં જાન્યુઆરી-૨૦૧૯થી આજદિન સુધી ૧૩૪૦, સાજા થનાર દર્દીઓની સંખ્યા ૭૬૮, જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ થનાર દર્દીઓની સંખ્યા ૫૫ છે.