ધોરણ-૧૦ની ગણિતની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પેપર પસંદ કરી શકશે

784

આજે માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૦થી ધો.૧૦ની પરીક્ષામાં બે લેવલના પેપર લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-૧૦ની પરીક્ષા પણ ઝ્રમ્જીઝ્ર પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે.

આજની માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીએ તો આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૦થી ધોરણ-૧૦ની પરીક્ષામા શૈક્ષણિક બોર્ડ ગણિતના બે લેવલના પેપર કાઢશે. જે સીબીએસસી પેટર્ન મુજબ ગણીતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવશે. ધોરણ-૧૦નું ગણિતના પેપરમાં મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝીક એમ બે લેવલના પેપર હશે.

ધોરણ ૧૦ પછી ગણિત વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ ગણિત સ્ટાન્ડર્ડ લેવલ જ્યારે ધોરણ-૧૦ પછી ગણિત નહી રાખવા માગતા વિદ્યાર્થીઓ માટે ગણિત બેઝીક લેવલ પશ્નપત્ર તૈયાર કરવા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એવેં કહેવાય છે કે વિદ્યાર્થીઓમાં ગણિત વિષયનો ભય અને તણાવ દુર કરવા બોર્ડે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બોર્ડના તમામ સભ્યોએ સહસહમતિથી સામાન્ય સભામાં પ્રસ્તાવ પાસ કર્યો હતો.

તેવી રીતે ગણિત વિષયના બે અલગ અલગ પાઠ્‌યપુસ્તકો પણ તૈયાર કરી અમલ કરવા વિચારણા કરવામાં આવી છે. સામાન્ય પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે અંક ગણિત આધારિત પુસ્તક, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બીજ ગણિત આધારીત પુસ્તક તૈયાર કરવા નિર્ણયો લેવાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં શૈક્ષણિક રીતે મહત્વના ઠરાવો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Previous articleરાજ્યમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્‌લૂના ૭૮ કેસ નોંધાયા
Next articleગાંધીનગરમાં રાજ્યપાલ દ્વારા મોમેન્ટો અર્પણ