રૂ. ૩ કરોડથી વધુની જૂની ચલણી નોટો સાથે ચાર શખ્સની ધરપકડ

768

મોદી સરકાર દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ભારતીય ચલણી નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેને આશરે બે વર્ષ થઇ ગયા છે. આમ છતાં છાસવારે જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સાઓ બનતા રહે છે. નવસારીમાંથી મોડી રાત્રે ત્રણ કરોડથી વધારે ચલણી નોટો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. આ સાથે કાર સહિત ચાર લોકોની પણ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વલસાડ અને નવસારી જિલ્લા વચ્ચે ઊંડાચ ગામ આવેલું છે. જ્યાં હાઇવે ઉપરથી કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો ભરીને મહારાષ્ટ્ર પાર્સિંગની એક કાર પસાર થવાની બાતમી હતી.  નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને તેમની ટીમે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. અને ચોક્કસ કાર પસાર થતાં તેને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા કારમાંથી કરોડો રૂપિયાની જૂની ચલણી નોટોનો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે જૂની નોટો અને કારને જપ્ત કરી ચાર લોકોની અટકાત કરી હતી. ત્યારબાદ તમામને વધુ તપાસ માટે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાલે લઇ જવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતને ગંભીરતાથી લઇને કડક અને ઊંડી તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ લોકો આ નોટોનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઇ જવાના હતા અને નોટબંધીના આટલા વર્ષો બાદ પણ આટલા મોટા પ્રમાણમાં જથ્થો ક્યાં મૂક્યો હતો.

આ તમામ બાબતોની નવસવારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે.

Previous articleઅલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલ ચેતન ઠાકોર પક્ષથી નારાજ
Next articleજુલાઇ સુધી પીવાના પાણીની કોઈ જ સમસ્યા નથીઃ નીતિન પટેલ