સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી, કૌશિક પટેલ વડોદરાની મુલાકાતે હતા, નાયબ મુખ્યમંત્રીના હસ્તે વેકસીન મેદાનમાં કલેકટર કચેરી ભૂમિ પૂજન કરાઈ. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફન કલબ આયોજિત ૪૪૦૦ પરિવારને મા કાર્ડ ના વિતરણમાં પણ ભાગ લીધો. નીતીન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવતા દાન મુદ્દે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, લોકો પોતાની ઇચ્છા મુજબ પાર્ટીને દાન આપી શકે છે. ભંડોળ એકઠુ કરવા માટે કોઇને ટાર્ગેટ આપવામા આવ્યો નથી. તેવી પણ નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરી.
વડોદરામાં એક કાર્યક્રમમાં ખેડૂતોના સહાય મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યુ. નીતીન પટેલે જણાવ્યું કે, તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં મહેસૂલ-કૃષિ વિભાગ દ્વારા ખેડૂત લાભાર્થીઓનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અંદાજે ૭૦ લાખ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. પરિવારદીઠ ખેડૂતોનો ૬ હજાર રૂપિયા આપવામાં આવશે આ મુદ્દે કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે તેવો પણ આક્ષેપ ડેપ્યુટી સીએમએ કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને સરદાર સરોવર નર્મદા યોજના મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ચોમાસામાં ઓછા વરસાદને કારણે ડેમોમાં નહિવત પાણી ભરાયું છે. સરદાર સરોવરનું કામ પૂર્ણ થતાં ૧૩૮ મીટર સુધી પાણી ભરી શક્યા છીએ, આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર સરોવરમાંથી ગુજરાતને ભાગે પડતું પાણી મળે છે. રાજ્યમાં આગામી જુલાઇ સુધી પીવાના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના હાહાકારથી રાજ્ય સરકરા અને કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે, સ્વાઈન ફ્લૂને લઈને રાજય સરકાર સતર્ક છે. આ માટે ૩ દિવસ માટે કેન્દ્રીય આરોગ્યની ટીમ રાજ્યમાં છે, આજે રિપોર્ટ ભારત સરકારને સુપ્રત કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જ્યારે આયુષમાનભારત-પીએમજય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે.