જાફરાબાદના હનુમાનજી મંદિરે ખારવા સમાજ દ્વારા યજ્ઞ કરાયો

801

જાફરાબાદ શહેરમાં મોટી સંખ્યામાં ખારવા સમાજ રહે છે. અને માચ્છમારીનો ધંધો કરે છે. ખારવા સમાજ ચોમાસા બાદ દરિયો ખેડવાનું ચાલુ કરે છે. ઘર પરિવાર સાથે રહે તે માટે દરિયો ખેડવાનું બંધ રાખે છે. પરંપરા મુજબ આ વૃષ પણ બંધ રાખેલ છે. તેમજ વર્ષે વર્ષે માઋચીમારીના ઘંઘા રોજગારમાં પણ મંદિર પ્રસરી ગયેલ તો છે જ. પરંતુ માચ્છીમારી ખારવા સમાજ દ્વારા દર વર્ષે પીપળીકાંઠા એટલે કે માચ્છીમારીનું બંદર જે વીસ્તારમાં આવેલ છે. ત્યાં ઉંચામાં ઉંચા પાણાના ડુંગર ઉપર હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર આવેલ છે. અને જે માચ્છીમારી કરતા માચ્છીમારોના ધંધા, રોજગાર, પરિવાર અને મધ્યદરિયે તેમનું ધ્યાન રાખી કૃપા દ્રષ્ટિ રાખે છે. જેથી આ મંદિરે ભવ્ય યજ્ઞનું આયોજન કરે છે. જેમાં મોટી સંખ્યામાં ખારવા માચ્છીમાર સમાજ ભાગ લઈ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચોરીના બાઈક સાથે ઈસમને પકડી પાડતી પાળિયાદ પોલીસ