સોમનાથની સખાતે વિર હમીરજી ગોહિલ સાથે વિરપુરૂષ વેગડાજી ભીલની મુર્તિની અનાવરણ વિધી થનાર હોય બાબરીયવાડથી ભાવનગર સુધીનો કોળી સમાજની બહોળી સંખ્યા હાજરી રહેશે. તેમ બાબરીયવાડક ોળી સમાજ અગ્રણી પુનાભાઈ ભીલ ઘોષણા કરી હતી.
વિગત-ધર્મની રક્ષા કાજ વિર પુરૂષ હમીરજી ગોહિલ સાથે શહીદી હોરનાર અને વિર હમીરજી ગોહિલ જેવા ધર્મવિરનો વંશ રાખવા પોતાની કુંવરીને હમીરજી ગોહિલ સાથે પરણાવી પ૦૦ કોળી યૌધધાએ સાથે સોમનાથ દાદાનું તુટતા મંદિરને બચાવવા શહાદત હોરનાર વિર વેગડાજી ભીલની મુર્તિ હાલમાં બની રહેલ હોય જયારે આ ઈતિહાસને કાયમ તાજો રાખવા સોમનાથ મંદિર ટ્રસ્ટીઓ તૈયાર કરી રહ્યા હોય અને જયારે વિર પુરૂષ વેગડાજી ભીલની મુર્તિ તૈયાર થયે તેના અનાવરણ વિધિ રાજય સરકારથી કેન્દ્ર સરકારના મહાનુભાવોની હાજરી હોય ત્યારે બાબરીયવાડથી ભાવનગર સુધીનો બહુમત કોળી સમાજ આ વેગડાજી ભીલની મુર્તિના અનાવરણ ઈતિહાસ સીક વિધિમાં ઉપસ્થિત રહેશે. તેમ બાબરીયવાડ કોળી સમાજ અગ્રણી અને ભાજપ જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ ઘોષણા કરી છે જેને પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની ભાજપ ટીમના સરમણભાઈ બારૈયા, જીવનભાઈ બારૈયા, ચેતનભાઈ શિયાળ, યુવા નેતા દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર, ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી, કમલેશભાઈ કવાણા, વિજાણંદભાઈ વાઘેલા, રણછોડભાઈ મકવાણા, છગનભાઈ મકવાણા સહિત કોળી સમાજના ધુરંધર આગેવાનો બહોળી સંખ્યામાં જ વા થનગનાટ કરી રહ્યા છે. જે વિર વેગડા ભીલની મુર્તિને વિરગતીની સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરે.