આઈ.જી. નરસિમ્હા કોમાર તથા પોલીસ અધિક્ષક પી.એલ.માલ દ્વારા તાજેતરમાં ૩ઢમાં માર્ગ સલામતી સપ્તાહની ઉઝવણી કરવાની સુચના આપેલ. જે અનુસંઘાને ટ્રાફિક શાખા ભાવનગરના પોલીસ ઈન્સ્પેકટર બી.એમ.લશ્કરી તથા પો.સ.ઈ. વી.એ. સેંગલ, આર.ડી.ગરૂઆ અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ દ્વારા તા. ૪-ર થી ૧૦-ર સુધી માર્ગ સલામતી સપતાહની ઉજવણી ભાવનગર જિલ્લામાં કરવામાં આવેલ. માર્ગ સલામતી અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ કેળવાય તથા ટ્રાફિકના નિયમોનુ પાલન તેમજ વાહન ચાલકો પોતાનું અને માર્ગ પરથી પસાર થતા અન્ય રાહદારીઓનો વિચાર કરી વાહન ચલાવે જેવી સમજ કેળવાય તેવા કાર્યક્રમો ઘડી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. આ સપ્તાહ દરમિયાન ઉદ્દઘાટન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા મ્યુનિશિયલ કમિશ્નર ગાંધી, આર.ટી.ઓ ઓફિસર, એનજીઓ પેટ્રોલ પંપના માલિકો, ડ્રાઈવીંગ સ્કુલ સંચાલકો, ઓટોરિક્ષા યુનિયનના હોદ્દેદારોની હાજરીમાં દિપ પ્રાગટય તથા ટ્રાફિકના નિયમોની માહિતી નાટય દ્વારા અને વકતવ્યો દ્વારા રજુ કરવામાં આવેલ. માર્ગ સલામતિ સપતાહની ઉજવણી દરમિયાન આશરે ર૦ જેટલી શાળા-કોલેજોમાં સેમિનાર દ્વારા પેમ્પ્લેટ, હોડિંગ બેનર, પ્રોઝેકટર- વિડિયો દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમોની જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમો કરવામાં આવેલ. આ સપ્તાહ દરમિયાન રિક્ષા તથા બસ ડ્રાઈવરનો ટ્રાફિક બાબતેનો સેમિનાર રાખવામાં આવેલ. સપ્તાહની ઉજવણી દરમ્યાન વિશાળ સંખ્યામાં પો. અધિકારી, કર્મચારીઓની બાઈકરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવેલ જેની સાથે હેન્ડ સ્ટેન્ડ બેનર દ્વારા લોકોને ટ્રાફિક જાગૃતિ અભિયાનની માહિતી આપવામાં આવેલ તેમજ આર.ટી.ઓ અને ટ્રાફિક શાખા દ્વારા આંખ તથા આરોગ્ય લક્ષી અને બ્લ્ડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ. શહેર જિલ્લામાં કુલ ર૩ પોલીસ સ્ટેશનમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન શાળા-કોલેજોમાં સેમિનાર તથા શહેરી નાટકો તેમજ ભારવાહક વાહનોના અને પેસેન્જર વાહન ચાલકોના સેમિનાર રાખવામાં આવેલ હતાં. લોકો હેલ્મેટ પહેરે, શીટબેલ્ટ બાંધે, લાયસન્સ તથા કાગળો સાથે રાખે, અને બે ફીકરાઈથી વાહન ન ચલાવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી તેના ઉપર ભારપુર્વક સમજ કરવામાં આવેલ જેથી અકસ્માતો ના બનાવો અટકાવી શકાય.