રેડક્રોસની રાજયકક્ષાની કોન્ફરન્સ યોજાઈ

674

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા ધ્વારા આજરોજ ત્રિવીધ મહોત્સવ યોજાયો હતો, જેમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ની માનવતાના મૂલ્યો અંગે તથા પ્રવૃતિઓનો વ્યાપ વધારવા અને પિડીતોની પીડા ઓછી કરવાના કાર્યો અંગે પ્રશ્નોતરી અને માર્ગદર્શન યોજાયું હતુ તથા દરેક શાખાઓની કઈ કઈ પ્રવૃતિઓ છે તેની માહિતી અપાઈ હતી, આ કોન્ફરન્સમાં અલગ અલગ કુલ ૩૮ જીલ્લા તથા તાલુકા શાખાઓના ૧પ૦ થી વધુ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. ગુજરાત રાજય શાખાના ચેરમેન.ડો.ભાવેશભાઈ આચાર્ય, નવનીતભાઈ તનેજા, ડો.પ્રકાશભાઈ પરમાર, ડો.અશોકભાઈ શીલુ, સુરેશભાઈ ગામી, ઈશીતભાઈ, નરેશભાઈ ગોહેલ તથા મનીષાબેને ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવેલ. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા ધ્વારા ગુજરાત રાજય શાખાના પૂર્વ ચેરમેન ડો.મધુબેન નાયકનું માનવતાના પથદર્શક ટાઈટલ હેઠળના પૂસ્તકનું વિમોચન પુ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવેલ. આ પૂસ્તકનું લેખન અને સંકલન ભાવનગર જિલ્લા શાખાના વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠકકર(એડવોકેટ) ધ્વારા કરવામાં આવેલ.

જાણીતા યુવા લેખક અને વકતા શ્રી.જય વસાવડાનું માનવતાવાદી મૂલ્યો અને રેડક્રોસ વિશે વકતવ્ય યોજાયું હતું જે લોકોએ રસથી રસપાન કરેલ આ વકતવ્યમાં તેઓએ માનવતા અંગે અલગ અલગ ઉદાહરણો સાથે વકતવ્ય આપી આજના આ દિવસને ઉજાગર કર્યો હતો. આ ત્રિવીધ કાર્યક્રમોની સાથે રેડક્રોસની માનવતાવાદી પ્રવૃતિઓ સાથે ૧પ વર્ષ કરતા વધુ સમયથી સંકળાયેલ વિવિધ તાલુકા અને જિલ્લા શાખાઓના ૪૦ વ્યકિતઓનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ, કોન્ફરન્સમાં ભાગલેનાર દરેક જિલ્લાઓનું સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમોને સફળ બનાવવા ભાવનગર રેડક્રોસની ટીમના પ્રતાપભાઈ શાહ, ડો.મિલનભાઈ દવે, સુમિતભાઈ ઠકકર, વર્ષાબેન લાલાણી, ભારતીબેન ગાંધી, નરેન્દ્રભાઈ ત્રિવેદી, ડો.કાર્તિકભાઈ દવે, પરેશભાઈ ભટ્ટી  સહિત જહેમત ઉઠાવેલ.

Previous articleભાવ.માં ૩૦માં માર્ગ સલામતી સપ્તાહની સફળતાપુર્વક ઉજવણી
Next articleવિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.