બોલીવુડમાં પીરિયડ ડ્રામા ફિલ્મો અગાઉથી બનતી આવી છે અને આ દિશામાં હવે અક્ષય કુમારનું નામ જોડાઇ રહ્યું છે. અક્ષય કુમાર છેલ્લા કેટલાક વર્ષોથી દેશભક્તિ અને સામાજિક વિષયો સાથે જોડાયેલી ફિલ્મો કરી રહ્યો છે. અક્ષય કુમારના આ લુકને જોવા ઇચ્છતા ફેન્સ માટે સારા સમાચાર છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીનો પ્રથમ લુક અક્ષયે જ શેયર કર્યો છે. જે જોતાં તે ફરી એકવાર દેશભક્તિના વિષય સાથે આવી રહ્યો છે. તમને જણાવીએ આ ફિલ્મનું ટ્રેલર ૨૧ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાનું છે. અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેસરી નું નવું પોસ્ટર શેયર કર્યું છે. અક્ષય આ પોસ્ટરમાં હાથમાં તલવાર લઇને દેખાય છે. આ પોસ્ટરમાં અક્ષયનો બેક લુક દેખાડવામાં આવ્યો છે. અક્ષયની આ ફિલ્મ ભારતના મોટા યુધ્ધ પૈકીના એક એવા ૧૮૯૭માં થયેલા સારાગઢી અંગેની છે. જેમાં ૧૦૦૦૦ અફઘાનિયો સાથે મુકાબલો કરવા માટે ભારતના માત્ર ૨૧ શીખ મેદાનમાં ઉતર્યા હતા. આ કહાની હવાલદાર ઇશર સિંહની છે જે લડાઇમાં સામેલ હતા. આ ફિલ્મને અક્ષય કુમાર અને કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
આ ફિલ્મના નવા પોસ્ટરને કરણ જોહરે પણ પોતાના સોશિયલ એકાઉન્ટમાં શેયર કર્યું છે. અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાને ટેગ કરતાં લખ્યું છે કે કેસરી એક બહેતરીન કહાની છે. જેને ૨૧ માર્ચે રિલીઝ કરવામાં આવશે. અહીં નોંધનિય છે કે, આ ફિલ્મમાં અક્ષયની સામે પરિણીતી ચોપરા નજર આવશે. ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઇ ગયું છે.