નવ વર્ષોમાં સિંગલ હોવાનો કૃતિ ખરબંદાનો દાવો

582

વર્ષ ૨૦૧૬માં હોરર ફિલ્મ રાઝ રીબુટ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ કૃતિ ખરબંદા  હાલમાં સૌથી સફળ અભિનેત્રી પૈકી એક તરીકે સાબિત થઇ રહી છે. તે માત્ર હિન્દી જ નહીં બલ્કે તમિળ અને કન્નડ ફિલ્મો પણ કરી રહી છે. તેની પાસે હાલમાં ત્રણ કન્નડ ફિલ્મ છે અને હિન્દી ફિલ્મો પણ છે. તે યમલા પગલા દિવાના-૩ ફિલ્મમાં તમામ દેઓલ પરિવારના સભ્યો સાથે નજરે પડી હતી.  કૃતિ જુદી જુદી રીતે સતત ચર્ચામાં રહી છે. જો કે તેની પાસે શાનદાર અને મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી છે. હવે તેની પાસે કેટલીક ફિલ્મો હાથમાં  આવી ગઇ છે. તેનુ કહેવુ છે કે નવ વર્ષમાં પ્રથમ વખત તે હાલમાં સિંગલ છે. તેની કેરિયરને લઇને તે હવે આશાવાદી પણ બનેલી છે. આ વર્ષે પણ તે કેટલીક ફિલ્મોમાં નજરે પડનાર છે. દેઓલ પરિવારને આવરી લેતી યમલા પગલા દિવાના-૩ ફિલ્મમાં પણ તે કામ કરી ચુકી છે.  યમલા પગલા દિવાના-૩ની અગાઉની સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ રહ્યા બાદ આ ફિલ્મ કૃતિ માટે ઉપયોગી સાબિત થઇ હતી.  તેની કોઇ ફિલ્મ હજુ સુધી સુપર હિટ સાબિત થઇ નથી. તેનુ કહેવુ છે કે હવે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. ૨૮ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે તે હિન્દી ભાષા ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૫માં તે સૌથી પસંદગીની યુવતિ તરીકે ઉભરી આવી હતી. તે કેટલીક એવી ફિલ્મ ધરાવે છે જે મલ્ટીસ્ટારર ફિલ્મ છે.  જે સપરહિટ થવાની ગેરંટી તરીકે પણ છે. જેમાં હાઉસફુલ શ્રેણીની નવી ફિલ્મ સામેલ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને બોબી દેઓલ પણ સામેલ છે. અન્ય મોટા બજેટની ફિલ્મો પણ તેની પાસે આવી ગઇ છે.

Previous articleઅક્ષય કુમારે ‘કેસરી’નું નવું પોસ્ટર શેર કર્યું
Next articleશ્રદ્ધા કપુર ફોટોગ્રાફર રોહન સાથે પ્રેમમાં છે