કોઇ સમય અભિનેત્રી શ્રદ્ધા કપુર ફરહાન અખ્તરના પ્રેમમાં હતી. જો કે હવે તેમની વચ્ચે સંબંધોનો અંત આવી ગયો છે. બંને હાલમાં જુદા જુદા પાર્ટનર સાથે નજરે પડે છે. એકબાજુ શ્રદ્ધા કપુર હાલમાં ફોટોગ્રાફર બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠની સાથે પ્રેમમાં છે. જ્યારે ફરહાન અખ્તર હાલના દિવસોમાં શિબાની દાંડેકરના પ્રેમમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રદ્ધા કપુર હજુ પણ ફરહાન અખ્તર સાથે સંબંધના ગાળા દરમિયાન તેની સાથે શુ થયુ છે તે બાબતને ભુલી શકી નથી. જેથી તે રોહનને પણ સાવધાની રાખવા માટે તૈયાર છે.ફરહાન અખ્તતર અને શ્રદ્ધા કપુર કોઇ સમય બંને એકબીજાના પ્રેમમાં હતા. જો કે તેમની વચ્ચે સંબંધોને લઇને ભારે હોબાળો થયો હતો. મળેલી માહિતી મુજબ એક કાર્યક્રમના ભાગરૂપે રોહન અને ફરહાન સાથે ફોટોશુટ કરનાર હતા. જો કે હવે જાણવા મળેલી માહિતી મુજબ રોહન આ પ્રોેજેક્ટ કરી રહ્યો નથી. ફિલ્મોની વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપુરની પાસે વધારે ફિલ્મ છે. વરૂણ ધવનની સાથે તે સ્ટ્રીટ ડાન્સર ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મના નિર્દેશક રેમો ડિસોઝા છે. ફિલ્મમાં વરૂણધવન લંડનમાં અભ્યાસ કરનાર એક પંજાબી યુવકની ભૂમિકા અદા કરી રહ્યો છે. જ્યારે શ્રદ્ધા કપુર પાકિસ્તાની યુવલતિની ભૂમિકા અદા કરી રહીી છે. ફિલ્મની સાથે શક્તિ મોહન અને વર્તિકા ડેબ્યુ કરવા જઇ રહી છે. બીજી બાજુ ફરહાન અખ્તર હાલમાં પ્રિયંકા ચોપડાન સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. લગ્ન કરી લીધા બાદ પ્રિયંકા ચોપડા પ્રથમ વખત હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. ધ સ્કાઇ ઇજ પિન્ક નામની ફિલ્મમાં બંને કામ કરી રહ્યા છે. ફરહાન અખ્તરે હાલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મ ગલી બોયનુ નિર્દેશન કરી ચુક્યા છે. ફરહાન અખ્તરે બોલિવુડમાં એક અભિનેતા, નિર્માતા નિર્દેશક તરીકે તેમની છાપ ઉભી કરી છે.