કોહલી મહાન ક્રિકેટરોમાં જરૂર સામેલ થશેઃ સંગાકારા

637

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજના સમયના તમામ બેટ્‌સમોનોથી આગળ છે અને મહાન બનવાની રાહ પર છે. રન-મશીન કોહલી માટે ૨૦૧૮નું વર્ષ શાનદાર રહ્યું. કોહલીએ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ની ટેસ્ટ અને વન-ડે ઇન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર જીત્યો. હાલના સમયના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમોનોમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (પ્રતિબંધના કારણે ટીમથી બહાર છે), ઇંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડતા કોહલીએ ગત વર્ષે દમદાર પ્રદર્શન કર્યુ. તે વન-ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાં બેટ્‌સમેનોની લિસ્ટમાં ટોપ પર છે. સંગાકારાએ એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલને કહ્યુ,’વિરાટની રમત સૌથી અલગ છે. મને લાગે છે કે, હાલની ક્રિકેટમાં ઘણા ખેલાડીઓથી ખુબ જ આગળ છે.’ શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું,’હું વધુમાં એવું કહેવા માંગીશ કે, કોહલી સર્વકાલિન મહાન ક્રિકેટન ન બન્યા તો પણ સર્વકાલિન મહાન ક્રિકેટરોમાં સામેલ જરૂરથી થશે.’ ૨૨૨ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચોમાં કોહલીએ ૩૯ સદી ફટકારી છે. આ લિસ્ટમાં તે સચિન તેંદુલકરથી પાછળ છે. જેમણે ૪૬૩ મેચોમાં ૪૯ સદી ફટકારી છે.

Previous articleશ્રદ્ધા શ્રીનાથની પાસે દક્ષિણની અનેક ફિલ્મો હાથમાં : રિપોર્ટ
Next articleહરભજન સિંહે વર્લ્ડ કપ ૨૦૧૯ માટે પસંદ કરી ૧૫ સભ્યોની ટીમ