પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વિશ્વકપ માટે ૧૫ સભ્યોને ફાઇનલ કરવા માટે લાગેલા છે. આ વચ્ચે દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ટીમની જાહેરાત કરી છે, જેણે વિશ્વકપ રમવા માટે ઈંગ્લેન્ડ જવું જોઈએ. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ તે છે, જેણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાલમાં સમાપ્ત થયેલી સિરીઝ રમી છે. આ ૧૫ સભ્યોની ટીમમાં ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભજ્જીએ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ માટે વિજય શંકરનું પણ સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે, શંકરને એક તક વિશ્વકપમાં મળવી જોઈએ. વિજય શંકરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રભાવિત કર્યાં છે. ભજ્જીનું માનવું છે કે, મુકાબલો હાર્દિક પંડ્યા અને શંકર વચ્ચે થશે. બંન્ને ઓલરાઉન્ડર છે.
હરભજન સિંહને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડનો માહોલ ખૂબ ગરમ હશે અને ત્યાં હ્યૂમિડિટી વધુ હશે. તે માટે ટીમમાં રવિન્દ્ર જાડેજાનું હોવું જરૂરી છે. ટીમ મેનેજમેન્ટ તેને પણ એક ઓલરાઉન્ડર તરીકે જોઈ શકે છે. હરભજન સિંહે પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જો તમને ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી યાદ હોય તો તમને ખ્યાલ હશે કે યૂકેમાં કેટલી ગરમી અને હ્યુમિડિટી હોય છે. જો પરિસ્થિતિ એવી હોય તો વિપક્ષી ટીમની પાસે ૫-૬ ડાબોડી બેટ્સમેન છે તો જાડેજાને એક પેકેજના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. તે નંબર ૬ પર નંબર ૭ના હાર્દિક પંડ્યા સાથે બેટિંગ કરી શકે છે. હજુ પણ તે શાનદાર ફિલ્ડર છે. હરભજન સિંહની ૧૫ સભ્યોની ટીમ આ પ્રકારે છેઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, ઉમેશ યાદવ અને વિજય શંકર અને રવિન્દ્ર જાડેજા સામેલ છે.