ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી

787
guj19-12-2017-3.jpg

ભાવનગર જિલ્લાની સાતેય વિધાનસભાની ચૂંટણી ૯ ડિસેમ્બરના રોજ પૂર્ણ થયા બાદ વિદ્યાનગર ખાતે આવેલી સરકારી ઈજનેરી કોલેજમાં તમામ બેઠકોના ૧૮ર૬ ઈવીએમ અને વીવીપેટ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુકવામાં આવ્યા હતા. જેમાં આજે મતગણતરી પૂર્વે સ્ટ્રોંગ રૂમના સીલ ખોલી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 
સાતેય બેઠકોના અલગ-અલગ વિભાગોમાં ચૂંટણી અધિકારી હર્ષદ પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ મતગણતરીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૭૦૦ ઉપરાંત કર્મચારીઓ મતગણતરી કામગીરીમાં જોડાયા હતા. સરકારી ઈજનેરી કોલેજ બહાર ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને દરેક મતગણતરી સ્થળની બહાર પણ જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કોઈપણ અનિચ્છનિય બનાવ વિના બપોર સુધીમાં તમામ બેઠકોની શાંતિપૂર્ણ રીતે મતગણતરી થતા ચૂંટણી અધિકારી સહિત સ્ટાફે હાશકારો લીધો હતો. કામગીરીમાં જોડાયેલા તમામ જવાનો અને કર્મચારીઓને ચૂંટણી અધિકારી હર્ષદ પટેલ દ્વારા શુભેચ્છા અપાઈ હતી.

Previous articleકણબીવાડમાંથી ઈગ્લીંશ દારૂ સાથે શખ્સ ઝડપાયો
Next article મતગણતરી કેન્દ્ર બહાર હજારો લોકો ઉમટ્યા…