સ્વાઈન ફ્લૂનાં વધુ ૯૧ કેસ નોંધાયા, ૩૫ હજાર આરોગ્યકર્મી ૧૫મીથી હડતાલ પર

499

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધુ ૯૧ કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં ૫૮નાં મોત થયા છે. ચાલુ વર્ષે રાજ્યમાં ૧૪૩૧ પોઝિટીવ કેસ નોંધાયા હતા. હાલમાં સ્વાઈન ફ્લૂના ૫૬૭ દર્દી સારવાર હેઠળ છે. અમદાવાદમાં ૩૫ અને વડોદરામાં ૨૨ કેસ નોંધાયા છે. ભાવનગર, આણંદમાં ૪ કેસ નોંધાયા છે. સુરતમાં ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના ૪૩ કેસ નોંધાયા હતા. હાલમાં સ્વાઈન ફ્લૂના ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે વેન્ટિલેટર પર, ૫ દર્દી ઓક્સિજન પર સારવાર હેઠળ છે.

સુરતમાં ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના ૪૩ કેસ નોંધાયા હતા. હાલમાં સ્વાઈન ફ્લૂના ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. બે વેન્ટિલેટર પર,૫ દર્દી ઓક્સિજન પર સારવાર હેઠળ. ગત રોજ ઇસ્ટ ઝોનમાં આવેલા અશ્વિની કુમાર રોડ પર રેહતા ૬૩ વર્ષય વૃદ્ધ નો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોજીટિવ આવ્યો. વર્ષ ૨૦૧૯માં સુરત શહેરમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. સુરત જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધીમાં ત્રણ સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા છે.

આણંદમાં સ્વાઈન ફ્લૂથી વૃદ્ધનું મોત થયુ હતુ. ૭૩ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આણંદમાં સ્વાઈન ફ્લૂથી કુલ ૩નાં મોત થયા છે. ૨૪ લોકોના સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોટા ભાગે શિયાળામાં આ રોગ વકરતો હોય છે હાલ જ્યાં જૂઓ ત્યાં સ્વાઈન ફ્લૂનો કહેર દેખાઈ રહ્યો છે. આ રોગ ચેપી રોગ હોવાથી તેમાં સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

સ્વાઈન ફ્લૂને લઈને કોંગ્રેસ દ્ગારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. મવડી વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડ નં.૧૨-૧૩ના કોર્પોરેટર દ્ગારા ઉકાળા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નોની માંગ ઉકેલ આવતો ન હોવાથી ૩૫ હજાર કર્મચારીઓ ૧૫મી ફ્રેબુઆરીથી સરકાર સામે હતડાલ કરશે અને માસ સીએલ મુકી કામથી અડગા રહેશે. હડતાલના કારણે ૧૩૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૩૨૭૯ પેટા આરોગ્ય કેન્દ્ર પર તમામ પ્રકારની ટ્રિટમેન્ટ ખોરવાઈ જશે.

આરોગ્ય કર્મચારીઓની માંગ છે કે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીક કર્મચારી ગણી પગાર ધોરણ અપગ્રેડ કરવો, રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો, નવા મંજુર થયેલાં મહેકમને મંજૂર કરી જગ્યાઓ ભરવી, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી.

Previous articleલગ્ન પ્રસંગે વરરાજાએ કર્યું હવામાં ફાયરિંગ, મહિલાનું મોત
Next articleઅમિત શાહના હસ્તે ‘મેરા પરિવાર, ભાજપ પરિવાર’ અભિયાનનો પ્રારંભ