મતગણતરી કેન્દ્ર બહાર હજારો લોકો ઉમટ્યા…

640
guj19-12-2017-2.jpg

ભાવનગર જિલ્લાની સાતેય બેઠકો માટેની મતગણતરી આજે સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં દસેક રાઉન્ડ ગણતરી પૂર્ણ થયા બાદ મતગણતરી સ્થળ સરકારી ઈજનેરી કોલેજ બહાર એકબીજા ઉમેદવારોના સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કઈ બેઠક પર કોણ આગળ છે અને ક્યાં કોણ વિજેતા બન્યું તેની ઈન્તેજારી કરી હતી અને જેમ-જેમ વિજેતા ઉમેદવારોના નામો જાહેર થતા ગયા તેમ બહાર ઉભેલા લોકોએ પણ નારાઓ લગાવી વિજયોત્સવ શરૂ કરી દીધો હતો. 

Previous article ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી
Next article હારેલાએ વિજેતાને શુભેચ્છા આપી…