કેજરીવાલ સરકારે મૃતકના પરીવારજનોને ૫ લાખના વળતરની જાહેરાત કરી

682

દિલ્હીમાં મંગળવારે વહેલી સવારે કરોલ બાગના ગુરુદ્વારા રોડ સ્થિત એક હોટેલમાં ચોથા માળે આગ લાગતા તેમાં ૧૭ લોકોના મોત થયા છે. આ ઘટના બદલ દુઃખ વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને ૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે આગની ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપ્યા છે.

Previous articleદિલ્હીની હોટલમાં આગ : ૧૭ લોકો ભડથું
Next articleઆંખનાં રોગથી બચવા માટે