ભારત દેશની આઝાદી વખતે રાષ્ટ્રને પ્રથમ પોતાનું રાજ અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના વિજયરાજસિંહજી અને યુવરાજ જયવિરરાજસિંહ આજરોજ સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત પધાાર્યા હતાં. તેઓનું વિદ્યાર્થીની બહેનો તેમજ અગ્રણીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્નને મોમેન્ટો, ફુલહાર અને શાલ અર્પણ કરીને હોસ્પિટલના મંત્રી બી.એલ. રાજપરા, ખજાનચી પરેશ ડોડીયા, ટ્રસ્ટી હિરાભાઈ નાકરાણી, લવજીભાઈ નાકરાણી અને કાયમી શુભેચ્છા વિઠ્ઠલભાઈ ભીંગરાડીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
તેઓ બ.પ.પુ. સદગુરૂદેવના જીવન-કવન અને પરોપકારમય જીવન અંગે માહિતગાર થયા હતાં. તેમજ હોસ્પિટલના દરેક વિભાગોની મુલાકાત લઈ સંપુર્ણ માહિતી મેળવી તેઓના વ્યકતવ્યમાં આપણી હોસ્પિટલમાં ચાલતા આરોગ્યલક્ષી નિઃશુલ્ક સેવાકાર્યને સરાહનાહ કરીને શુભેચ્છાઓ પાઠવીને ખુબ જ પ્રશંસા વ્યકત કરી હતી.