લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અંધશ્રધ્ધા પાછળનું વિજ્ઞાન કાર્યક્રમ યોજાયો

742

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી. ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતતા લાવવા ૧૭ વર્ષથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ તથા ગામની જાહેર જનતા માટે અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ.

આજના આ યાંત્રિક યુગમાં માનવી પુસ્તકના જ્ઞાનનો સદુપ્યોગ કરવાને બદલે ભૌતિક સુખ સુવિધાની લાલચમાં આ જ્ઞાનને લોકોને છેતરવામાં ઉપયોગ કરતો થઈ ગયો છે. જેના દુષ્પરિણામ રૂપે આજે જ્ઞાન હોવા છતાં પણ માનવી તેનો ભોગ બની રહ્યો છે. જેથી આ કાર્યક્રમનો મુખ્ય આશય સમાજમાં વ્યાપેલ અંધશ્રદ્ધા પાછળના વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો અને જાગરૂકતા કેળવવાનો છે. આ કાર્યક્રમમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનું સુક્ષ્મ અંતર તથા સમાજની પરંપરા દ્વારા આધુનિક રીતે વ્યાપેલ અંધશ્રદ્ધા વિષે માહિતી આપી હતી. વેજ્ઞાનિક અભિગમ કેળવી આંધળા અનુકરણને બદલે યોગ્ય રીતે સમસ્યાનું સમાધાન કરી શકાય તે માટેની માહિતી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કુમારશાળા, ભાવનગરના એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય તથા કેમ્પાના ઈન્ચાર્જત થા સમગ્ર ધોળા ગામના ગ્રામજનો, શીક્ષકો, વિદાર્થીઓ સહિત કુલ ર૦૦ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધેલ. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો અને એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓનો પુરતો સહકાર પ્રાપ્ત થયેલ.

Previous articleવેળાવદર ખાતે નિરમાના સૌજન્યથી આરોગ્ય શિબીર
Next articleભાવનગરના મહારાજા અને યુવરાજ સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિ.ની મુલાકાતે