તા. ૪ થી ૧૦ સુધી ટ્રાફિક સપ્તાહ દરમ્યાન ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજા દ્વારા અકસ્માતથી બચેંગે પુસ્તક, ટ્રાફીક પ્રદર્શન અને ટ્રાફિક રથનું આયોજન કરાયું હતું. સાત દિવસ સુધીમાં સમગ્ર વડોદરા શહેરમાં ટ્રાફિક રથ ફેરવવા માટે તથા કમાટી બાગમાં ટ્રાફીક પ્રદર્શનને લગભગ રપ હજારથી વધારે લોકોને દર્શાવવા બદલ વડોદરા શહેર અને ટ્રાફિક પોલીસ વતી વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સમયે ડીસીપી દિપક મેઘાણી, ડીસીપ યશપાલ જગાણીયા તેમજ એસીપી ટ્રાફિકના અમીતા વાનાણી હાજર રહ્યા હતાં.