નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોર્ડ બેઠક ચેરમેન નિલેશભાઈ રાવળના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં શાસનાધિકારી વાય.બી.ભટ્ટ હાજર રહેલ બેઠકમાં છ તુમારો રજુ કરવામાં આવેલ. બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ પોતાના પ્રશ્નોના જવાબો નથી દેવાતા વિગેરે મુદ્દા ઉઠાવી બેઠક પ્રારંભ અચાનક નિર્મળસિંહ જાડેજા અને વિવેકભાઈ વી. દિધે તથા કલ્પેશ મણીયારે માથે પટ્ટી બાંધી કડતાલ વગાડી જય જય રામની ધૂન લઈ વિરોધ વ્યક્ત કરવા રજુઆતો કરવાની શરૂઆત કરી આઠ પ્રશ્નોના જવાબ આપો ઘરની ધોરાજી ચલાવો છો તેવી રજુઆત નિર્મળસિંહે કરેલ. તંત્રની ખોટી વાત સાંભળી નથી આવા મુદ્દા રજુ કરી બે સભ્યોએ વિરોધી વાતાવરણ ઉભુ કરવા પ્રયાસો કરી બેઠકમાં હો હો કરી મુકી હતી તે વેળા વિવેકભાઈ વી. દિધે લગભગ મૌન રહ્યા હતા જ્યારે સલીમભાી ગેરહાજર જોવા મળેલ. આવી સ્થિતીમાં કોંગી સભ્યો બહાર ચાલ્યા ગયા બાદમાં બધા ઠરાવો ચેરમેને કમિટી સભ્યોની સંમતિથી પાસ કરી દિધા હતા. વિરોધ વ્યક્ત કરતી રજુઆત વેળા વિપક્ષી એક સભ્યે એવી વાત કરી કે ફોટા પાડો. નગર સેવિકા વર્ષાબા પરમારે સાફ સાફ શબ્દોમાં વિપક્ષને એવી ટકોર કરી કે ભાઈઓને આવુ ન શોભે, અમે કોઈ દાદાગીરી કરતા નથી શિક્ષણની નિખાલસ પણે ચર્ચા કરીએ છીએ.
નરેશ મકવાણો શિક્ષણના સારા કામને બિરદાવો તેમ જણાવીને કહ્યું કે વિપક્ષોએ સાંભળવુ નહી અને સાંભળવા દેવુ નહીની નીતી નક્કી કરી લાગે છે દર બેઠકમાં વિરોધ જ કરવા આવો છો વિપક્ષના એક સભ્ય જતા જતા એવો આક્રોશ વ્યક્ત કર્યો કે આવતી વખતે નવો ખેલ આવશે.
મહેન્દ્રસિંહ બી. ગોહિલ જાગૃતિબેન દવે, જસવંતભાઈ ગાંધી, બકુલભાઈ ત્રિવેદી, કમલેશ ઉલવા વિગેરેએ વિપક્ષોની બીન જરૂરી કાંગારોળ ભરી રજુઆત સામેના પસંદગી વ્યક્ત કરી શિક્ષણના કાર્યોમાં સહયોગ દેવાની વાતો જણાવી હતી.
ચેરમેન નિલેશભાઈ રાવળે સાફ સાફ શબ્દોમા વિપક્ષના સભ્યોને કિધુ કોણ તમને સાંભળવાની પાડે છે. શાંતિથી બેસીને ચર્ચા કરોને આમ કહીને ૨૫ મહિનામાં શિક્ષણની થયેલી સારી કામગીરીની વિગતો આપી સ્કુલો માટેના ભાવી શૈક્ષણિક કાર્યક્રમોની વિગતો આપી હતી.