કરદાતાઓની વિવિધ રજુઆતોની કોર્પોરેશનમાં આવતી અરજીઓનો ત્વરીત ઉકેલો થાય તેવા હેતુથી સેવાસદન દ્વારા પશ્ચિમ ઝોન વિસ્તારમાં લોક દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગેની વિગતો આપવા મેયર મનભા મોરી સ્ટે.કમિ. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ અને કમિશ્નર ગાંધી દ્વારા લોક દરબારની કાર્યવાહી મુદ્દે લોક પ્રેસ કોન્ફરન્સ યોજી મેયર, કમિ. વિગેરે દ્વારા પત્રકારોને વિગતે માહિતીઓ આપવામાં આવી હતી જેમાં ૮૦૦ અરજી ફાઈલોનો ઉલ્લેખ થવા પામેલ.
વર્ષ દરમ્યાન ઘરવેરાની આવેલ રજુઆત અરજીઓનો મહત્તમ નિકાલ થાય તે અભિગમ અંતર્ગત જે તે કરદાતાઓની પેન્ડીગ રજુઆતો પરત્વે સ્થળ પર જ તેમને નિરાકરણ મળે તે હેતુથી ઘરવેરા વિભાગના ત્રણેય ઝોન માટે લોક દરબાર યોજાશે. જેમાં તા.૧૫ અને તા.૧૬ ફેબ્રુઆરી પશ્ચિમ ઝોનલ ઓફિસ, આખલોલ જકાતનાકા ખાતે સવારે ૯-૩૦ કલાકથી સાંજે ૬-૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવેલ છે.
આ લોક દરબાર દરમ્યાન ઘરવેરાના ફક્ત પશ્ચિમ ઝોન હેઠળ આવતાં ઘરવેરાનાં વોર્ડ નં.૯ કુંભારવાડા, વોર્ડ નં.૧૦ ચિત્રા, ફુલસર, વોર્ડ નં.૧૧-પાનવાડી, વોર્ડ નં.૧૭ બોરતળાવની હાલ પેન્ડીંગ રહેલ અરજીઓ-ફાઈલોનો ઘરવેરા વિબાગ (પશ્ચિમ)ખાતે સ્થળ ઉપર જ નિકાલ થઈ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તેમજ ઉપરોક્ત વોર્ડનાં પેન્ડીંગ કોર્ટ કેસોવાળી મિલ્કતોના મિલ્કત ધારકો પણ આ લોક દરબારનો લાભ લઈ શકશે.
ઘરવેરાના પશ્ચિમ ઝોન હેઠળનાં સમાવિષ્ઠ વિસ્તારોનાં જે કરદાતાઓની અરજીઓ, ફાઈલો ઘરવેરા વિભાગે હાલ પેન્ડીંગ હોય તેઓએ અરજી કર્યા અંગેના જરૂરી આધાર, પુરાવાઓ સાથે મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ ઓફિસ, આખલોલ જકાતનાકા ખાતે ઘરવેરા વિભાગ (પશ્ચિમ)નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ લોક દરબાર દરમ્યાન કરદાતાઓ પાસેથી કોઈ નવી અરજીઓ સ્વિકારવામાં આવશે. નહી અને જે કરદાતાઓની ઘરવેરા વિભાગ ખાતે અગાઉ કરેલ અરજીઓ હાલ પેન્ડીંગ હોય તેનો જ આ લોક દરબાર અંતર્ગત નિકાલ કરવામાં આવશે.