શ્રદ્ધા કપુર ટાઇગર શ્રોફની સાથે ફરી એકવખત ચમકશે

794

શ્રદ્ધા કપુર હવે ટાઇગર શ્રોફની સાથે ફરી એકવાર નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ શ્રદ્ધા કપુર ફરી બાગીની એક્શન પેક્ટ ફ્રેન્ચાઇસમાં નજરે પડનાર છે. શ્રદ્ધા કપુર પાસે હાલમાં પ્રભાસ સાથે સાહો અને વરૂણ ધવનની સાથે સ્ટ્રીટ ડાન્સર જેવી ફિલ્મ છે. આ ઉપરાંત તે અનેક અન્ય ફિલ્મો પણ હાથમાં ધરાવે છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે સાજિદ નડિયાદવાળા શ્રદ્ધા કપુર સાથે કામ કરનાર છે. શ્રદ્ધાએ અગાઉ ત્રણ વર્ષ અગાઉ મુખ્ય અભિનેત્રી તરીકે નજરે પડી હતી. પ્રથમ ફિલ્મની જેમ હવે ત્રીજી ફિલ્મમાં પણ તે કામ કરવા જઇ રહી છે. હાલમાં જ તે ફિલ્મને લઇને સાઇન કરી ચુકી છે. પ્રથમ ફિલ્મનુ શુટિંગ વિશ્વના જુદા જુદા દેશોમાં કરવામાં આવ્યુ હતુ. પ્રોડક્શન ટીમ હાલમાં રેકી કરી રહી છે. અહેમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કામ કરવા માટે અન્ય સાથે જોડાતા પહેલા શ્રદ્ધા કપુર ત્રણ ફિલ્મના શુટિંગને પૂર્ણ કરનાર છે. જેમાં સાહો, સ્ટ્રીટ ડાન્સર અને છિછોરેનો સમાવેશ થાય છે. સાહોમાં તે બાહુબલી ફેઇમ પ્રભાસ સાથે કામ કરી રહી છે. આગામી મહિનામાં તે થોડાક હિસ્સાના શુટિંગને પૂર્ણ કરનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે શ્રદ્ધા કપુર હાલમાં ૪૦ દિવસના લાંબા શુટિંગના ભાગરૂપે લંડનમાં છે. તે વરૂણ ધવનની સાથે સ્ટ્રીટ ડાન્સર ફિલ્મનુ શુટિંગ કરી રહી છે. ક્વીન સિટીમાં તેમનુ શુટિંગ ચાલી રહ્યુ છે. જેમાં નોરા ફતેહી અને વરૂણ સાથે તે શુટિંગમાં ભાગ લઇ રહી છે. રેમો ડિસોઝાની ફિલ્મને લઇને તમામ તૈયારી પહેલાથી જ ચાલી રહી છે. રેમો દ્વારા નિર્દેશિત સ્ટ્રીટ ડાન્સર એક ડાન્સ પર આધારિત ભવ્ય ફિલ્મ છે. એપ્રિલ મહિનામાં આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ત્યારબાદ શ્રદ્ધા કપુર ફિલ્મને લઇને શુટિંગ કરનાર છે. છિછોરે ફિલ્મમાં તે સુશાંત િંહબ રાજપુત ાસથે કામ કરી રહી છે. જે ૧૦ દિવસ સુધી સતત ચાલનાર છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મનુ શુટિંગ પણ મેના મધ્યમાં પૂર્ણ કરવામાં આવનાર છે.તમામ લોકો સારી રીતે જાણે છે કે શ્રદ્ધા અને ટાઇગરે વર્ષ ૨૦૧૬માં બાગી ફ્રેન્ચાઇસમાં ભૂમિકા કરી હતી. શ્રદ્ધા કપુરે ફિલ્મમાં સિયા ખુરાનાની ભૂમિકા અદા કરી હતી. પ્રથમ વખત શ્રદ્ધા કપુરે ફિલ્મમાં દિલધડક એક્શન સીન કર્યા હતા. આ વખતે પણ જોરદાર તૈયારી કરી લેવામાં આવી  છે. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપુરે કેટલાક સ્ટન્ટ પોતે કર્યા હતા. ફિલ્મમાં એક્શન સોંગ પણ કરવામાં આવ્યા હતા. ફિલ્મના ગીતે છમ છમે ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે શ્રદ્ધા કપુર ફરી એકવાર જોરદાર રીતે ચર્ચામાં રહેવા માટે તૈયાર છે. કારણ કે તેની પાસે સતત સારી અને મોટા બેનરની ફિલ્મ આવી રહી છે. તેની પાસે જે ફિલ્મ છે તે પૈકી સાહો તો ચોક્કસપણે સુપર હિટ થનાર છે. કારણ કે આ ફિલ્મમાં તો પ્રભાસ  કામ કરી રહ્યો છે. પ્રભાસની ફિલ્મનો તો ચાહકો લાંબા સમયથી  રાહ જોઇ રહ્યા છે. શ્રદ્ધા કપુર એક  ફિલ્મ વરૂણ ધવન સાથે પણ છે.

જે ડાન્સ પર આધારિત હોવાથી સુપરહિટ થવાની ગેરંટી છે. તે સાઇના નહેવાલ જેવી બેડમિન્ટન સ્ટારની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. ફિલ્મને લઇને તમામ તૈયારીમાં શ્રદ્ધા પોતે ભારે આશાવાદી રહેલી છે.

Previous articleક્રેઝીહોલિક એન્ટરટેઈનમેન્ટ શ્રેયા ગુપ્તા અને ભાવિક ઠક્કર દ્વારા આયોજિત ઇવેન્ટમાં સિતારાઓ ઉમટ્યા!
Next articleમુંબઇ ટ્રાફિક પોલીસ દ્વારા સંજય અને બિનિફર કોહલીને સન્માન!