ગાંધીનગર સીરીયલ કીલર : શંકાસ્પદ હત્યારાને પકડવા પોલીસે ઈનામ જાહેર કર્યુ

698

પોલીસ તંત્રએ હત્યારા વ્યંડળના ફોટા અને વાહનના પોલીસે પોસ્ટર બહાર પાડયા છે. આ સિવાય જો કોઇને પણ હત્યારા વિશે પોલીસને જાણ કરવા માટે (૭૬૨૧૦૦૨૩૧૧) એક નંબર જાહેર કર્યો છે, જાણ કરનારને પોલીસ યોગ્ય ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરિયલ કિલરે લોકોમાં ડરનો માહોલ ઉભા કર્યો છે. ત્યારે પોલીસે હત્યારાને પકડવા માટે ઘટના સ્થળેથી લઇને જ્યાં જ્યાં તેના હોવાના પુરાવા મળ્યા ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે, ત્યારથી પોલીસ એક્શનમાં આવી ગઇ છે. આરોપી વ્યંડળને પકડવા માટે જિલ્લા પોલીસ વડાએ એક એસઆઈટીની રચના કરી છે. આ સિવાય હત્યારાને પકડવા માટે સમગ્ર જિલ્લામાં ૬૦ ટીમો બનાવી ગાંધીનગરના અંતરિયાળ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસને આશંકા છે કે રાની નામનો વ્યંડળ લૂંટના ઈરાદે હત્યા કરતો હશે. તમને જણાવી દઇએ કે, ગાંધીનગરના દંતાલી, કોબા અને શેરથામાં ત્રણ હત્યાઓ થઇ હતી.

ગાંધીનગરની હદમાં થયેલી ત્રણ હત્યાઓનો ભેદ હજી સુધી ઉકેલવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે, પરંતુ હત્યારો વ્યંડળ હોવાની શંકા મજબૂત થતા પોલીસ દિવસ રાત એક કરીને તેના પાછળ લાગી ગઇ હોય તેવું દેખાઇ રહ્યું છે. હાલ પોલીસે જાહેરાત કરી છે કે, સિરિયલ કિલરની જે કોઇ પણ વ્યક્તિ માહિતી આપશે તેને ઇનામ આપવામાં આવશે.

Previous articleઅમદાવાદની પેજવન હોટલમાં દારૂ પીને ધમાલ મચાવતા ૭ યુવકોની ધરપકડ
Next articleસ્વાઈનફલુના કહેર વચ્ચે સિવિલમાં એચ૧એન૧ નો ટેસ્ટ જ થતો નથી