સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ માટે આનંદનો એક નિર્ણય કર્યો છે. હવેથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવતા કર્મચારીનાં પગારમાં ૭ ટકાનો વધારે કરવામાં આવ્યો છે. જે એક ફેબ્રુઆરીથી પગાર વધારાનો લાભ મળશે. આ લાભ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ સુધી નિમણૂક થયેલા કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૧૯ની અસરથી મળશે. કરાર આધારિત કરવામાં આવેલા કરાર આધારિત કર્મચારીઓ જેમની વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮માં નિમણૂંક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓને તેમની પ્રથમ એસએસએની હાજર તારીખ ધ્યાન લઇ વર્ષ ૨૦૧૯માં જે માસમાં વર્ષ પૂર્ણ થતું હોય તે માસમાં હાલ મળતા ફિક્સ પગારમાં ૭ ટકાનો વધારો કરવામાં આવશે.
આ તમામ કરાર આધારિત કર્મચારીઓનાં કરાર હાલ તા.૧-૧-૨૦૧૯થી ૩૧-૧૨-૨૦૧૯ સુધીનાં સમયગાળા માટે કરવામાં આવેલા છે. તેવા તમામ કર્મચારીઓને આ આદેશ પછી પગારમાં ૧-૧-૨૦૧૯ની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં ૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.