સંવિધાન બચાવો દેશ બચાવો રેલી બાદ શાસ્ત્રી મેદાન ખાતે સભા યોજાઇ હતી. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કનૈયાકુમાર, હાર્દિક અને જીજ્ઞેશ મેવાણીએ સંબોધન કયર્ેં હતું. સભા પૂરી થતા ફરી યુવાનોએ કાળા વાવટા ફરકાવી સભાનો વિરોધ કર્યો હતો.
સભામાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે, પહેલા બાપુની ગુજરાતની ધરતીને બધા નમન કરતા હતા પરંતુ શાહ-મોદીની જોડીએ ગુજરાતની અસ્મિતાને કલંકીત કરી નાંખી છે. કનૈયાકુમારે પોતાના ભાષણ પહેલા કહ્યું કેમ છો મજામાં, સરદાર પટેલ અને ગાંધીબાપુની ધરતીને નમસ્કાર કરૂ છું. ગુજરાતની ધરતી પર જય ભીમ અને જય સરદારનો નારો એકસાથે લાગવો જોઇએ. અમારી લડાઇ દેશમાં લોકોને હક્ક અને અધિકાર દેવડાવવાની છે.
આપણું સંવિધાન કહે છે કે હિન્દુસ્તાનમાં જન્મેલા દરેક લોકો હિન્દુસ્તાની છે. કેટલાક લોકોએ બેનરમાં મારા ચહેરા પર કાળી શાહી લગાડી હતી પરંતુ મારા ચહેરા પર ભ્રષ્ટાચારની શાહી નથી લાગેલી. મોદી તમે કોને દુશ્મન બનાવ્યા છે જે એક સામાન્ય વિદ્યાર્થી છે. મેં દેશના વિરૂદ્ધમાં બોલ્યું તો તમે શું ઢોકળા ખાઇ રહ્યા હતા. તમારી પાસે સીબીઆઇ, પોલીસ, સીઆઇડી છે તો પણ એક વ્યક્તિને પકડી શકતા નથી. મારી મા ૩ હજાર પગારમાં આંગણવાડીમાં નોકરી કરે છે.
૨૦૧૯ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે મોદી રામ મંદિર અને મસ્જીદની વાતો કરશે. જનતા મંદિર કે મસ્જીદ માટે નહીં સારૂ શિક્ષણ અને આરોગ્ય માટે વોટ આપે છે. આ રામભક્તોએ એક ટકો પણ રોજગારી આપી નથી.
૩ હજારના ખર્ચે સરદાર સાહેબની પ્રતિમા બનાવી. અમારે સરદાર સાહેબ કે બાબા સાહેબ આંબેડકરના પૂતળા નથી જોઇતા પણ લોકોના આરોગ્ય માટે જનરલ હોસ્પિટલ જોઇએ છે. નરેન્દ્રભાઇ તમારૂ ચારિત્ર્ય પણ ભારતની જનતાને ખબર છે. આ ચોરોની ધમકીઓને સમજવાની બહુ જરૂર છે. નરેન્દ્ર મોદી તમારી છાતી ૫૬ ઇંચની હોય તો વિજય માલ્યા, નિરવ મોદી, અમિત શાહને જેલમાં મોકલો. કાલે વેલેન્ટાઇન ડે છે ત્યારે મોદીનું મો જોઇ કોઇ પ્રેમ નહીં કરે. ચડ્ડીધારી આરએસએસના બાળકો પ્રેમ કરનારાઓને રોકશે. સીતા મૈયા દુખી છે મોદીના કામથી આ તો બધા જ પૈસા ખાઇ ગયા મારા પતિના નામથી. ભાજપની સરકારે વાયદો કર્યો હતો કે, અમે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપીશું, દેશનું કાળુ નાણું પાછું લાવીશું. પરંતુ નપુસંક સરકારનું આ કામ નથી. રાજકોટ સ્માર્ટ સિટી નહીં તાંત્રીક સિટી બની ગયું છે.
ભગવાન રામનો શ્રાપ નથી કે યુવાનોને રોજગારી નહીં મળે. ગુજરાતમાં સંવિધાનની ખબર નથી એટલે છેલ્લા ૨૮ વર્ષથી ખોટા લોકો રાજ કરે છે અને આપણે ગુલામી કરી રહ્યા છીએ. સંવિધાન મજબૂત નહીં હોય તો દેશનો વિકાસ નહીં થાય. અમારા દેશદ્રોહનો ગુનો છે. ૨૦૧૯માં ખોટા લોકો સત્તામાં આવશે એટલે અમને ૭-૮ વર્ષની સજા કરશે તે નક્કી છે. પહેલી વાર રેલીમાં જય ભીમ અને જય સરદારના નારા એકસાથે બોલવામાં આવ્યા હતા. સમય આવ્યે વ્યાજ સાથે બદલો લેશું.