લોકસભા ચૂંટણીમાં નાગરિકોને એપ્સ આપી ગેરરીતિ રોકવા વિચારણા

672

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ ખાસ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી આચાર સંહિતાના ભંગ અંગે નજર રાખવામાં આવશે. તો નાગરિકોને પણ એપ્લિકેશનનું હથિયાર આપવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી કમિશનરે ઈ વિજિલન્સ એપ્લિકેશન લોન્ચ કરી છે.

જે આચારસંહિતા ભંગને લગતા વીડિયો ફૂટેજ કે ફોટો કે ડોક્યુમેન્ટને સીધા અપલોડ કરી શકાશે અને ૧૦૦ મિનિટની અંદર જ ચૂંટણી તંત્રએ તેના પર એક્શન લેવી પડશે.

ફરિયાદ કરનાર નાગરિકનું લોકેશન પણ ઓટોજનરેટ થઈ જશે. જેથી સંબંધિત જિલ્લા ચૂંટણી તંત્ર સીધું ત્યાં પહોંચી શકશે.

આ એપ્લિકેશનના રાજ્યમાં અમલ માટે ચૂંટણી તંત્રએ કવાયત પણ તેજ કરી લીધી છે.  જોઈન્ટ ઝ્રર્ઈં દિલ્હી જશે. જેમાં માસ્ટર ટ્રેનર પણ દિલ્હી જશે. ૧૬મી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં ૨૦૦ અધિકારીઓને આ તાલિમ આપવામાં આવશે.

Previous articleરાહુલના વલસાડથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ માટે કોંગ્રેસીઓ કામે લાગ્યા
Next articleરાજકોટમાં યોજાયેલી સંવિધાન બચાવો દેશ બચાવો રેલીમાં હાર્દિક, કનૈયાકુમાર, જિજ્ઞેશ મેવાણી હાજર રહ્યા