એક તરફ ગુજરાતમાં સામાન્ય નાગરિકોને પુરતી આરોગ્યની સેવાઓ નથી મળી રહી ત્યારે બીજી બાજુ સરકારે ધારાસભ્યોને તબીબી સારવારના લાભ માટે અલગ નીતિ બનાવી છે. વર્તમાન-પૂર્વ ધરાસભ્ય અને તેમના આશ્રિત પરિવારોને તેનો લાભ મળશે.
રાજ્યના આરોગ્ય વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી અને સરકાર સંલગ્ન હોસ્પિટલ, મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલ, ખાનગી મેડિકલ કોલેજ સલંગ્ન હોસ્પિટલ વગેરેમાં લીધેલી સારવારના નાણા રી-એમ્બર્સમેન્ટ કરવામાં આવશે.
રૂપિયા ૧૫ લાખ સુધીનો ખર્ચ તો સીધો જ બાદ આપવામાં આવશે. જ્યારે ૧૫ લાખથી વધારોનો ખર્ચ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીની મંજૂરી બાદ તે રકમ પણ બાદ મળશે.
ધારાસભ્યોની સુવિધાઓ વધારવાની ચિંતા, ગરીબોની કેમ નહી ?, ક્યા ધારા સભ્યના પરિજનો સરકારી હોસ્પિટલમાં લે છે સારવાર ?, ધારાસભ્યોના પરિજનોને રૂ.૧૫ લાખની સહાય અને ગરીબો ને રૂ. ૨ લાખ જ કેમ ?
આ બાદ પ્રજામાં અનેક પ્રશ્નો અને ચર્ચા ઉઠી છે. જેવી કે, શું વિધાનસભાનું સત્ર માત્ર ધારાસભ્યોની સુવિધા વધારવા જ મળે છે ?,કેમ શાસક કે વિપક્ષના ધારાસભ્ય જનતાના હીતની વાત નથી કરતા ?,લાખો રૂપિયાના પગાર અને પેન્શન ધારાસભ્યો માટે પુરતા નથી ?
જનતાના સેવકને સરકારી આરોગ્ય સહાયની શી જરૂર ?, જોગવાઈ બાદ સ્ન્છ કે મંત્રીઓ પોતાની સારવાર માટે ગુજરાત બહાર નહી જાય ?, વિદેશમાં સારવાર કરાવનાર ધારાસભ્યો માટે અલગ આરોગ્ય નીતિની શી જરૂર ?
શું આ નીતિ પછી ધારાસભ્યો ખાનગી હોસ્પિટલે નહીં જાય?, સ્ન્છ સરકારી હોસ્પિટલમાં જ સારવાર લે, તેવી નીતિ કેમ નહીં?, ૧ લાખ ૪૨ હજાર પગાર મેળવનારાને સહાયની જરૂર પડે?