યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમણૂક મામલો હાઈકોર્ટમાં, ૧લી માર્ચે સુનાવણી

680

રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

અરજદારે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એવી માગ કરવામાં આવી છે કે યુજીસીના વર્ષ ૨૦૦૦ના નિયમો મુજબ દરેક યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક ફરજિયાતપણે કરવાની જોગવાઈ છે. જો કે આ નિયમ છતાંય કોઈ સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી જેથી અંતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની તકરાર નિવારણ કરવા માટે વર્ષોથી લોકપાલ પણ નથી તેથી સર્ચ કમિટી બનાવવા જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

જેમાં હાઇકોર્ટના જસ્ટિસ અનંત એસ.દવેએ સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી હવે ૧લી માર્ચના રોજ કરવામાં આવશે.

Previous articleવેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ પુષ્પોની પૂરબહાર, ભાવ ઊંચકાયાં
Next articleજો ખીચડીની સરકાર બની તો દેશને મુશ્કેલી ઉભી થશેઃ દેવેન્દ્ર ફડણવીસ