ફ્રાંસ સાથે થયેલી રાફૅલ ડીલ અંગે ઝ્રછય્ (કૉમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલ)નો રિપોર્ટ બુધવારે રાજ્યસભામાં રજૂ થયો હતો. વિપક્ષના અસંખ્ય આક્ષેપ બાદ સરકાર માટે કૅગનો રિપોર્ટ રાહતના સમાચાર લઈને આવ્યો છે. કૅગના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે રાફૅલ ડીલ ગત UPA સરકારના પ્રસ્તાવની સરખામણીમાં ૨.૮૬ ટકા સસ્તી થઈ છે. આ અગાઉ યુપીએના સમયમાં ૧૨૬ રાફેલ વિમાનો ખરીદવાનું નક્કી થયું હતું પણ અનેક શરતો પર સમાધાન ન થતા ડીલ શક્ય ન બની. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૧૨૬ વિમાનની જૂની ડીલ સાથે સરખામણી કરીએ તો ૩૬ રાફેલ વિમાનનો નવો સોદો કરીને ભારતને ૧૭.૦૮ ટકા પૈસા બચાવવામાં સફળતા મળી છે. તે ઉપરાંત જૂની ડીલની સરખામણીએ નવી ડીલમાં ૧૮ વિમાનની ડિલીવરીનો સમય પણ વહેલો થયો છે. પહેલાં ૧૮ વિમાન ભારતને પાંચ મહિના પહેલાં મળી જવાના છે. જોકે રિપોર્ટમાં વિમાનની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કેગ રિપોર્ટથી મોદી સરકારનો દાવો ખોટો પડ્યો છે. મોદી સરકારે કહ્યું હતું કે, તેમણે રાફેલ વિમાન ૯ ટકા સસ્તા ભાવે ખરીદ્યા છે. રાફેલ સહિત ભારતીય વાયુ સેનાના કુલ ૧૧ ખરીદ સૌદાની સમીક્ષા કરનારા CAG રિપોર્ટમાં કહેવાયું છે કે UPA સરકારની તુલનામાં દ્ગડ્ઢછ સરકારની ડીલ સસ્તી છે. તો બીજી તરફ વાયુ સેનાની ખરીદ પ્રક્રિયા પર પણ અનેક સવાલો ઉઠાવાયા છે. NDA રિપોર્ટમાં વર્ષ ૨૦૧૨-૧૭ દરમિયાન ભારતીય વાયુ સેનાના ૧૧ ખરીદ સૌદાની સમીક્ષા કરવામાં આવી. ઝ્રછય્એ કહ્યું કે વાયુ સેનાના વિમાન અને તેના પાટ્ર્સની યોગ્ય કિંમત તેમજ યોગ્ય સમયમાં ખરીદી માટે તે જરૂરી હોય છે કે તેમની ગુણાત્મક જરૂરિયાત વાસ્તવમાં યૂઝરની જરૂરને પૂરી કરે છે, તેમજ વધુમાં વધુ પ્રતીસ્પર્ધી ડીલ થાય અને ટેકનીક તેમજ કિંમતોનું મુલ્યાંકન વસ્તુનિષ્ઠ તરીકે કરવામાં આવે.